मनोरंजन

અમૃતા શેરગિલની ભૂમિકા માટે અંજલી શિવરામનની પસંદગી | Anjali Sivaraman selected for the role of Amrita Shergill



– અમરી ટાઈટલથી બાયોપિક બની રહી છે

– મીરા નાયરની આ ફિલ્મ માટે તૃપ્તિ ડિમરી, અનન્યા, વામિકાનાં નામ પણ ચર્ચાયાં હતાં

મુંબઇ : મીરા નાયર અમૃતા શેર ગિલની બાયોપિક બનાવી રહ્યાં છે. ‘અમરી’ ટાઈટલ ધરાવતી આ ફિલ્મમાં અમૃતા શેરગિલની મુખ્ય ભૂમિકા માટે તેમણે અંજલી શિવરામનની પસંદગી કરી છે. 

મીરા નાયરે આ રોલ માટે  ૧૦૦ થી વધુ અભિનેત્રીઓનું ઓડિશન લીધું હતું.  બોલિવુડમાંથી  તૃપ્તિ ડિમરી, વામિકા ગબ્બી , અનન્યા પાંડે  તથા   જાહ્નવી કપૂર પણ આ રોલ માટે હોડમાં હોવાનું કહેવાયું હતું. પરંતુ, મીરા નાયરે છેવટે અમૃતા શેરગિલ સાથેની સામ્યતાને ધ્યાને રાખી અંજલીની પસંદગી કરી હોવાનું કહેવાય છે. 

આ ફિલ્મમાં ૧૯૧૫થી ૧૯૪૧ સુધીનાં સમયખંડને દર્શાવાશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા એ એક કેમિયો કર્યો હોવાનું કહેવાય છે. 



Source link

Related Articles

Back to top button