गुजरात
ખંભાલિયા ખાતે વર્ષોથી પિવાના પાણી માટે વલખાં મારતા લોકોની સમસ્યાનો આખરે અંત આવ્યો.ગ્રામજનો માટે ૭,બોર કરીને પાણીનો કકળાટ દૂર કર્યો પંચાયતે
ખંભાલિયા ગામે પાણીનો બોર મંજુર થતાં ગ્રામજનોમાં ખુશી ની લહેર વ્યાપી જવા પામી
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ , સુનિલ ડાભી
વાંસદા તાલુકાના ખંભાલિયા ગામના વિવિધ વિસ્તારોમાં સાત જેટલા પીવાના પાણીનો બોર મળી ગયાં છે. ખંભાલિયા ગ્રામજનોની છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીના બોર માટેની રજુઆત ઊઠવા પામી હતી ગામ માટે પીવાનું પાણી એ એક ચિંતાનો વિષય હતો. ગ્રામજનોએ પીવાના પાણી માટે દરરોજ ભટકવું પડતું હતું. પરંતુ ગ્રામજનો આ બાબતે પંચાયતના તલાટી દક્ષાબેન આહિરે ધ્યાન દોરતાં ખંભાલિયાં ગ્રામજનો માટે ૧૪માં નાણાં પંચ અંતર્ગત ૭.જેટલા બોર મંજુર કરાવ્યા હતા. જોકે આ ખંભાલિયાના જરૂરી યાત વિવિધ વિસ્તારમાં બોરના કામકાજ ની કામગીરી હાથ ધરી હતી સાથે પંચાયત ટીમ પણ મોકલી હતી અને આ બોરના ખાતમુહૂર્ત પણ કરાયા હતા આ પ્રસંગે ખંભાલિયા ગામના માજી સરપંચ રાજુ ભાઈ પટેલ પં. સભ્ય રમેશ કરશન પટેલ ડે. સરપંચ પરેશ ઢીમર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા