मनोरंजन

મડગાંવ એક્સપ્રેસ ટુ બની રહી હોવાની કુણાલ ખેમુની જાહેરાત | Kunal Khemu announces that Madgaon Express 2 is being built



– હાલ ફિલ્મની સ્ટોરી લખાઈ રહી છે   

– સીકવલમાં પ્રતીક, દિવ્યેન્દુ, અવિનાશની મૂળ ત્રિપુટી રીપિટ થશે

મુંબઇ : અભિનેતા -ફિલ્મસર્જક કુણાલ ખેમુએ ‘મડગાંવ એક્સપ્રેસ ટુ ‘ બની રહી હોવાની જાહેરાત કરી છે. કુણાલે કહ્યું છે કે હાલ આ ફિલ્મની વાર્તા લખાઈ રહી છે. 

ઉલ્લેખનીય છે કે કુણાલે જાતે જ મૂળ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું અને આ ફિલ્મને નોંધપાત્ર સફળતા મળી હતી. કુણાલના ડિરેક્શનની પણ પ્રશંસા થઈ હતી.  આ પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ અને અવિનાશ તિવારીએ કામ કર્યું હતું . 

હવે સીકવલમાં પણ આ ત્રણેય કલાકારો રીપિટ થવાની સંભાવના છે. 

હાલમાં જ કુણાલ ખેમુએ ‘ગોલમાલ  ફાઈવ’નું શૂટિંગ પુરુ કર્યું છે . હવે તે ‘મડગાંવ એક્સપ્રેસ ટુ’ને આગળ વધારવા પર ફોક્સ કરશે. 



Source link

Related Articles

Back to top button