मनोरंजन

સંજય દત્ત બાદ નોરા ફતેહીએ પણ અશ્લીલ ગીત માટે માફી માગી | Sanjay Dutt Nora Fatehi also apologizes for obscene song



– રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ હાજર થઈ

– એક આર્ટિસ્ટ તરીકે જવાબદારી સ્વીકારી અનાથ બાળકીઓનાં  શિક્ષણનો ખર્ચ ઉપાડશે

મુંબઈ : સંજય દત્ત બાદ નોરા ફતેહીએ પણ રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ ઉપસ્થિત થઈ અશ્લીલ ગીત ‘સરકે  ચુનર તેરી સરકે’ માટે લેખિતમાં માફી માગી છે. 

નોરાએ પોતાનાં માફીપત્રમાં જણાવ્યુું હતું કે તે કોઈનીય લાગણીઓ ઘવાય તેવું ઈચ્છતી ન હતી. તેણે આ માફીની સાથે સાથે પોતે  કેટલીક અનાથ બાળકીઓનાં  શિક્ષણ માટે સપોર્ટ કરશે તેવી  બાંહેધરી પણ આપી હતી.  નોરાએ દાવો  કર્યો હતો કે પોતે અજાણતાં જ આ પરિસ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. પરંતુ, તેમ છતાં એક આર્ટિસ્ટ તરીકે તે પોતાની જવાબદારીનો  સ્વીકાર કરે છે. 

ઉલ્લેખનીય છે કે એક  કન્નડ ફિલ્મ ‘કેડીઃ ધી ડેવિલ’નાં આ ગીતના  શબ્દો  અશ્લીલ હોવાનો વિવાદ રાષ્ટ્રીય કક્ષાએ  ગાજ્યો હતો. આ ગીત નોરા ફતેહી  તથા સંજય દત્ત પર પિક્ચરાઈઝ કરાયું છે. તે સમયે નોરાએ એવો  દાવો કર્યો હતો  કે  પોતે મૂળ કન્નડ ગીત માટે જ શૂટિંગ કર્યું હતું અને તેના હિન્દી અનુવાદ વિશે પોતે અજાણ છે. 

રાષ્ટ્રીય મહિલા પંચે આ ગીતની ગંભીર  નોંધ લઈ કલાકારોને તેની સમક્ષ હાજર થવા  સમન્સ પાઠવ્યા હતા. 



Source link

Related Articles

Back to top button