राष्ट्रीय

બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસન પર પૂર્ણવિરામ, રાજ્યપાલે TMC કેબિનેટ બરખાસ્ત કરી | west bengal governor dissolves assembly mamata banerjee government ends tmc rule updates



West Bengal Assembly Dissolved: પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે સૌથી મોટો ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભા ભંગ કરવાનો સત્તાવાર આદેશ આપી દીધો છે. આ સાથે જ મમતા બેનર્જીની 15 વર્ષ જૂની સરકારનો અંત આવ્યો છે.

બંગાળમાં મમતા રાજનો અંત, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ (7 મે 2026) ઈતિહાસના પાના પર નોંધાઈ ગયો છે. રાજ્યપાલ આર.એન. રવિએ એક મોટો અને અણધાર્યો નિર્ણય લેતા પશ્ચિમ બંગાળ વિધાનસભાને ભંગ કરવાનો સત્તાવાર આદેશ આપી દીધો છે. કોલકાતા ગેઝેટમાં પ્રકાશિત આ નોટિફિકેશન સાથે જ મમતા બેનર્જીની સરકાર બંધારણીય રીતે બરખાસ્ત થઈ ગઈ છે અને તેઓ હવે મુખ્યમંત્રી રહ્યા નથી.

શું છે સમગ્ર મામલો?

બંગાળમાં નવી સરકારની રચના અને મમતા બેનર્જીના રાજીનામાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારે રાજકીય ખેંચતાણ ચાલી રહી હતી. આ દરમિયાન વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતા જ રાજ્યપાલે બંધારણીય પ્રક્રિયાનો ઉપયોગ કરીને આ કડક નિર્ણય લીધો છે. કોલકાતા ગેઝેટમાં અપાયેલા આદેશ મુજબ, આ નિર્ણય 7 મે 2026 થી જ અમલમાં આવી ગયો છે.  વિધાનસભા ભંગ થવાની સાથે જ સમગ્ર કેબિનેટ પણ ભંગ થઈ ગઈ છે.

આ પણ વાંચો : નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

બંધારણીય સત્તાનો ઉપયોગ

ગેઝેટ નોટિફિકેશન મુજબ, રાજ્યપાલ આર.એન. રવિએ ભારતીય બંધારણની કલમ 174 (2)(b) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને વિધાનસભા ભંગ કરી છે. આ નોટિફિકેશન પર બંગાળના મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલાના પણ હસ્તાક્ષર છે. આથી હવે મમતા બેનર્જી તથા સમગ્ર પ્રધાનમંડળ અધિકારીક રીતે પોતાના પદ ગુમાવી ચુક્યાં છે. હવે તેઓ રાજીનામું આપે કે ન આપે તેનો કોઇ સવાલ ઉઠતો જ નથી.

એક યુગનો અંત

આ નિર્ણય સાથે જ પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષથી અવિરત ચાલી રહેલું તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા બેનર્જીનું શાસન હવે સત્તાવાર રીતે પૂરું થઈ ગયું છે. બંગાળ હવે કઈ દિશામાં આગળ વધશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. ભાજપ સરકાર હવે નવી સરકારની રચના કરીને શપથગ્રહણ સમારોહનું આયોજન કરશે. 



Source link

Related Articles

Back to top button