राष्ट्रीय

ચૂંટણી પંચનાં પોર્ટલ પર 68 લાખ નિષ્ફળ સાયબર હુમલાઓ | 68 lakh failed cyber attacks on Election Commission portal



– ચોથી મે પરિણામના દિવસે જ હેકરો ત્રાટક્યા

– આ નિષ્ફળ સાયબર હુમલાઓ દેશ અને વિદેશમાંથી કરવામાં આવ્યા હતાં : સૂત્રો

નવી દિલ્હી : ચાર મેનાં રોજ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગણતરી ચાલી રહી હતી ત્યારે ચૂંટણી પંચનાં રિઝલ્ટ પોર્ટલને હેક કરવા માટે ૬૮ લાખથી વધુ નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતાં  તેમ ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે. 

ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર ઇસીઆઇનેટનાં સાયબર સુરક્ષા પ્રોટોકોલનાં કારણે મતોની ગણતરીનાં દિવસે ભારત અને વિદેશમાંથી કરવામાં આવેલા ૬૮ લાખથી વધારે સાયબર હુમલાઓને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી હતી. 

ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેના આઇટી પ્લેટફોર્મ ઇસીઆઇનેટએ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, પુડુચેરી અને આસામની ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયાઓને સુચારુ ચલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

જેમાં રિયલ ટાઇમ સર્વેલન્સ, ઝડપી રિપોર્ટિંગ અને પારદર્શકતા વધારવા સામેલ છે. જાન્યુઆરીમાં સત્તાવાર શરૂઆત પછી ઇસીઆઇનેટ એપનાં ઉપયોગમાં મોટો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી ૧૦ કરોડથી વધારે લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. 

ઇસીઆઇનેટનું બિટા વર્ઝન નવેમ્બર, ૨૦૨૫માં બિહાર ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. ચૂંટણીનાં દિવસો ૯,૨૩ અને ૨૯ એપ્રિલે ઇસીઆઇનેટ પર ૯૮.૩ કરોડથી વધારે હિટ નોંધવામાં આવી હતી.

મતોની ગણતરીનાં દિવસે તેના પર દર મિનિટે સરેરાશ ૩ કરોડ હિટ નોંધવામાં આવી હતી. મત ગણતરી કેન્દ્રો પર સુરક્ષા વધારવા માટે પ્રથમ વખત ઇસીઆઇનેટ દ્વારા કોડ આધારિત ઓળખ પત્ર આપવામાં આવ્યું હતું.



Source link

Related Articles

Back to top button