राष्ट्रीय

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only person in the world who can go anywhere without a passport or visa



– કોઇને પણ કોઈપણ દેશમાં જવું હોય તો, પાસપોર્ટ અને વિઝા જરૂરી છે : બ્રિટનના કિંગ ચાર્લ્સ પાસે પણ પાસપોર્ટ નથી : આ માટે કારણો સમજવા જેવાં છે

નવી દિલ્હી : કોઈને પણ કોઈપણ દેશમાં જવું હોય તો, સૌથી પહેલાં તેને પાસપોર્ટ કે વિસાની જરૂર પડે જ છે. તે વિના તે કોઈપણ દેશમાં જઈ ન શકે. પરંતુ, દુનિયામાં એક એવી વ્યક્તિ છે કે, જે પાસપોર્ટ કે વિઝા વિના કોઈ પણ દેશમાં જઇ શકે છે તે છે નામદાર પોપ.

આ ઉપરાંત બ્રિટિશ એમ્પરર, કે એમ્પરર ઓફ જાપાનને પણ પાસપોર્ટ હોતા નથી. કારણ કે તે પાસપોર્ટ તો તેઓની સહીથી બનવાના હોય છે. વળી તેવો જે દેશમાં જવાના હોય તે દેશમાં સામાન્યત: તો તે દેશના આમંત્રણથી જ જતા હોય છે. ખાનગી વિદેશયાત્રા ભાગ્યે જ કરે છે. જો કે નામદાર પોપની સ્થિતિ તો ઘણી જુદી અને ઊંચી છે. તેવો દુનિયાના કરોડો કેથોલિક્સના સર્વોચ્ચ ધર્મગુરૂ છે, તેઓ દુનિયાના સૌથી નાના દેશ વેટિકનના પ્રમુખ છે.

વર્તમાન પોપ લીયોએ થોડા સમય પૂર્વે જ પોતાનું પદ સંભાળ્યું છે. તેઓ થોડા સમયમાં જ વિદેશ યાત્રાઓ શરૂ કરશે. તેઓ વેટિકન સીટીના પ્રમુખ પદે છે તેથી એક રાજદ્વારી અગ્રણી પણ છે. અન્ય રાજકીય નેતાઓ રાજકીય પાસપોર્ટ ધરાવતા હોય છે, પરંતુ નામદાર પોપને તેવી કોઇ જરૂર જ હોતી નથી.

૧૯૨૯માં ઇટાલી અને વેટિકન વચ્ચે થયેલી સંધિ પ્રમાણે વેટિકન સીટીને સંપૂર્ણ રાજકીય સાર્વભૌમત્વ આપવામાં આવ્યું હતું. ૧૯૬૧ના વિયેના કન્વેન્શનમાં પણ તેવાં પદો માટે રાજદ્વારી વિશેષાધિકારોને સંપૂર્ણ સ્વીકૃતિ મળી છે.

ચીન અને રશિયા જેવા દેશોમાં પણ (જ્યાં રાજદ્વારી શર્તો લાગુ પડે છે) ત્યાં પણ નામદાર પોપને પાસપોર્ટ કે વિઝાની જરૂર હોતી નથી. બ્રિટનના સમ્રાટ, કિંગ ચાર્લ્સ ત્રીજા પાસે પોતાનો કોઈ પાસપોર્ટ નથી હોતો તે જોયું કારણ કે પાસપોર્ટ તેઓની સહીથી જ કાર્યાન્વિત મનાય છે. તેવી જ સ્થિતિ જાપાનના સમ્રાટની પણ છે. તેઓની વિદેશયાત્રાની વ્યવસ્થા તો યજમાન દેશ કરતો હોય છે.



Source link

Related Articles

Back to top button