વિજય CM નહીં બની શકે? TVKને અટકાવવા જાની દુશ્મનો એક થઈ ગઠબંધન કરવાની અટકળો | Will Vijay Lose Power DMK And AIADMK Alliance May Block TVK From Forming Government

![]()
DMK-AIADMK Alliance : તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યમાં હાઇવોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે. એકતરફ પરિણામોમાં ભવ્ય જીત મેળવનાર વિજયની પાર્ટી TVK શપથગ્રહણ સમારોહની તૈયારીઓ કરવા માટે દોડધામ કરી રહી છે, તો બીજી તરફ વિજયને અટકાવવા માટે DMK અને AIADMK જેવી એકબીજાના કટ્ટર વિરોધી પક્ષો વચ્ચે ગઠબંધન થવાની અટકળો શરૂ થઈ ગઈ છે.
DMK અને AIADMK ગઠબંધન કરશે?
મીડિયા રિપોર્ટ અને રાજ્યમાં ચાલી રહેલી અટકળો મુજબ, એમ. કે. સ્ટાલિનની દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) પાર્ટી અને કે. પલાનિસ્વામીની ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) પાર્ટી ગઠબંધન કરવાની તૈયારીમાં છે.
…તો વિજયના હાથમાંથી સત્તા સરકી જશે
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કુલ 234 બેઠકોમાંથી TVKએ 108 બેઠકો જીતી છે, તો DMKએ 73 અને AIADMK 53 બેઠકો જીતી છે. તો કોંગ્રેસે પાંચ બેઠકો જીત્યા બાદ ટીવીકેને સમર્થન જાહેર કર્યું છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 118 બેઠકોની બહુમતી હોવી જરૂરી છે. આ જ કારણે કોંગ્રેસનું સમર્થન છતાં વિજયની ટીવીકે પાર્ટી હજુ પણ 5 બેઠકો દૂર છે. જો DMK અને AIADMK ગઠબંધન કરશે તો કુલ 126 બેઠકો (કોંગ્રેસની પાંચ બેઠકો સહિત) થઈ જશે, જેના કારણે વિજયના હાથમાં સત્તા સરકવાની સંભાવના ઊભી થઈ છે.
વિજયને શપથ ગ્રહણ સમારોહ અટક્યો
આ પહેલા ટીવીકેના વડા વિજયે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. પરંતુ તેમના દાવાથી રાજ્યપાલ સંતુષ્ટ ન હોવાની વિગતો પણ સામે આવી છે. આ કારણે ટીવીકીએ ગુરુવારે યોજાનારો વિજયનો શપથ ગ્રહણ સમારોહ હાલ પૂરતો અટકી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરકાર બનાવવા માટે વિજયને જરૂરી સમર્થન મળ્યું નથી. તેમ છતાં વિજયે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. વિજયે રાજ્યપાલ પાસે 7 મેના રોજ જ શપથ ગ્રહણ કરવાની પરવાનગી માંગી હતી. પરંતુ રાજ્યપાલ તરફથી લીલી ઝંડી ન મળવાને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો છે. સૂત્રોનું કહેવું છે કે બહુમતી માટે જરૂરી આંકડો મેળવવામાં હજુ એક કે બે દિવસનો સમય લાગી શકે છે.
તમિલનાડુમાં સરકાર બનાવવા ચૂંટણી ગણિત ?
તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી TVK 108, DMKને 59 બેઠકો, AIADMKને 47, કોંગ્રેસ 5, PMKને 4, IUML 2, CPI 2, CPI(M) 2, VCK 2 અને BJP, DMDK તથા AMMKને 1-1 બેઠક મળી છે.
કઈ પાર્ટી પાસે કેટલું સમર્થન?
- (કોંગ્રેસ DMK સાથે ચૂંટણી લડી હતી પરંતુ બાદમાં TVKને પણ સમર્થન આપ્યું છે)
- DMK+73: DMK: 59, કોંગ્રેસ: 5, CPI: 2, IUML: 2, CPM: 2, VCK: 2, DMDK: 1
- AIADMK+53: AIADMK+: 47, PMK: 4, BJP: 1, AMMK: 1
- TVK + કોંગ્રેસ: 113, TVK: 108, કોંગ્રેસ: 5 (આ આંકડો બહુમતીથી 5 બેઠકો ઓછો છે)
હવે શું શું થઈ શકે?
- સમીકરણ 1: DMK+ (73) અને AIADMK+ (53) ભેગા મળીને 126 બેઠકો સાથે સરકાર બનાવી શકે છે.
- સમીકરણ 2: DMK+ (73) અને AIADMK (47) મળીને 120 બેઠકો સાથે બહુમતી મેળવી શકે છે.
- સમીકરણ 3: DMK+ માંથી કોંગ્રેસ સિવાયના (68) + AIADMK (47) + PMK (4) મળીને કુલ 119 બેઠકો થાય છે, જે બહુમતી માટે પૂરતી છે.
- TVK + કોંગ્રેસ: 113 ધારાસભ્યનું બળ છે હવે તે અન્ય પક્ષોના સમર્થન સાથે સરકાર રચી શકે.



