राष्ट्रीय

મમતા બાદ હવે I.N.D.I.A. ગઠબંધન થશે ધ્વસ્ત? વધુ એક મોટા નેતાના ઘરમાં બળવાનો દાવો | West Bengal Election 2026 BJP Ousts Mamata s TMC Blow to INDIA Alliance and Rise of Vijay in South


INDIA Alliance Crisis: વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ ભારતીય રાજનીતિમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલા મમતા બેનરજી અને તેમની પાર્ટી TMCને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે 294 બેઠકોમાંથી 200થી વધુ બેઠકો જીતીને બંગાળમાં પ્રથમ વખત પોતાની સરકાર બનાવવાનો માર્ગ સાફ કરી દીધો છે. આ હારને કારણે માત્ર TMC જ નહીં, પરંતુ વિપક્ષી એકતાના પ્રતીક સમાન ‘ઇન્ડિયા ગઠબંધન’ પર પણ સંકટના વાદળો છવાયા છે. મમતા બેનરજીએ પોતાની હારને એક કાવતરું ગણાવ્યું છે, જ્યારે ગઠબંધનના સાથી પક્ષોમાં અંદરખાને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

સમાજવાદી પાર્ટીમાં જ મતભેદ: અખિલેશ વિરુદ્ધ કિરણમય નંદા

ગઠબંધનની અંદરની તિરાડ ત્યારે સ્પષ્ટ જોવા મળી જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આ હારને લોકશાહી માટે ‘કાળો દિવસ’ ગણાવ્યો, પરંતુ તેમની જ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કિરણમય નંદાએ અલગ જ સૂર છેડ્યો હતો. નંદાએ મમતા સરકારના ભ્રષ્ટાચાર અને એન્ટી-ઇનકમ્બન્સીને હારનું અસલી કારણ ગણાવીને સૌને ચોંકાવી દીધા હતા. કિરણમય નંદાના આ નિવેદન બાદ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે અને અખિલેશ યાદવ પાસે નંદા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. આ વિરોધાભાસ દર્શાવે છે કે ગઠબંધનના નેતાઓ વચ્ચે જમીની હકીકત અને વિચારધારાને લઈને મોટો વિવાદ છે.

દક્ષિણ ભારતમાં પણ મોટો ફેરફાર: તમિલનાડુમાં વિજયનો ઉદય

ઇન્ડિયા ગઠબંધન માટે માત્ર બંગાળ જ નહીં, પરંતુ તમિલનાડુથી પણ માઠા સમાચાર આવ્યા છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK  ચૂંટણીમાં શાનદાર એન્ટ્રી કરીને સૌથી મોટી તાકાત તરીકે ઉભરી આવી છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતાની બેઠક પર પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, જે DMK માટે મોટો ઝટકો છે. ગઠબંધન માટે તમિલનાડુ એક મજબૂત કિલ્લો ગણાતો હતો, પરંતુ હવે ત્યાં પકડ નબળી પડતા દક્ષિણ ભારતમાં પણ ગઠબંધનનો પાયો હલી ગયો છે.

આ પણ વાંચો: દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ

2027ની રાહ અને ભવિષ્યનું સંકટ

બંગાળ જેવા મોટા રાજ્યમાં હાર મળ્યા બાદ હવે ઇન્ડિયા ગઠબંધન પાસે હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને કેરળ જેવા ગણ્યાગાંઠ્યા રાજ્યો જ બચ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓ અત્યારથી જ 2027માં 300થી 400 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો ગઠબંધનના સાથી પક્ષો આ રીતે એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરતા રહેશે, તો ભવિષ્યમાં તેમની મુશ્કેલીઓ વધી શકે છે. બંગાળની જનતાએ હિંસા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મતદાન કર્યું હોવાનું જણાય છે, જે તમામ વિપક્ષી નેતાઓ માટે એક ચેતવણી સમાન છે.


મમતા બાદ હવે I.N.D.I.A. ગઠબંધન થશે ધ્વસ્ત? વધુ એક મોટા નેતાના ઘરમાં બળવાનો દાવો 2 - image



Source link

Related Articles

Back to top button