સલમાન-કરીનાની જોડી ફરી મચાવશે ધૂમ? બજરંગી ભાઈજાન બાદ સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે આ ફેવરિટ જોડી! | Salman Khan and Kareena Kapoor to Reunite Duo in Talks for Raj and DK s Superhero Film

Kareena Kapoor and Salman Khan new movie: સલમાન ખાન હાલમાં ડાયરેક્ટર વામશી પેડિપલ્લી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે એક એક્શન-ડ્રામા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, જે ઈદ 2027 પર રિલીઝ થવાની છે. આ દરમિયાન સલમાન ખાન અને કરીના કપૂરની જોડી ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સુપરહીરો ફિલ્મમાં કરીના કપૂરની એન્ટ્રી?
સલમાન ખાન ‘ધ ફેમિલી મેન’ ફેમ રાજ એન્ડ ડીકેની આગામી સુપરહીરો ફિલ્મમાં જોવા મળવાનો છે. અગાઉ આ ફિલ્મમાં સમન્થા રૂથ પ્રભુનું નામ ચર્ચામાં હતું, પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર કરીના કપૂર આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી શકે છે. મેકર્સ સાથે કરીનાની વાતચીત એડવાન્સ સ્ટેજ પર છે અને તેને આ પ્રોજેક્ટમાં રસ પણ દાખવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાને પોતે કરીનાનો સંપર્ક કર્યો છે.
‘બજરંગી ભાઈજાન’ જેવી સુપરહિટ જોડીનું પુનરાગમન
જો કરીના આ ફિલ્મ સાઈન કરશે, તો વર્ષ 2015માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ પછી આ જોડી ફરી સાથે જોવા મળશે. ‘બજરંગી ભાઈજાન’ સલમાન ખાનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે, જેણે 733 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સિવાય બંને કલાકારો ‘બોડીગાર્ડ’, ‘ક્યોંકી’ અને ‘મૈં ઔર મિસીસ ખન્ના’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: જાહ્નવી કપૂરનાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી
સલમાન ખાનના અન્ય પ્રોજેક્ટ્સ
હાલમાં આ સુપરહીરો ફિલ્મ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને તેનું નામ હજુ નક્કી થયું નથી. આ ઉપરાંત, સલમાન ખાનના ફેન્સ અપૂર્વ લાખિયાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘માતૃભૂમિ’ની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે આ જ વર્ષે રિલીઝ થવાની શક્યતા છે. જોકે, હજુ સુધી આ ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.




