गुजरात

Gujarat Rajyasabha election 2020 : ચાર બેઠકો પર BJP-કૉંગ્રેસના આ પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાને

ગાંધીનગર : ગુજરાતમાં માં આજે રાજ્યસભા ની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાંથી ધારાસભ્યોના સંખ્યા મુજબ 4 ખાલી બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં 5 ઉમેદાવારો મેદાને છે. આ ચૂંટણી આજે BJP-કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ થશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં ત્રણ ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ દ્વારા બે ઉમેદાવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે.

4 બેઠકોની ચૂંટણીમાં માટે ભાજપના અજય ભારદ્વાજ  રમીલા બારા અને નરહરિ અમીન મેદાને છે. જ્યારે કૉંગ્રેસ પાર્ટી દ્વારા ભરતસિંહ સોલંકી  અને શક્તિસિંહ ગોહિલ (ને મેદાને ઉતારવામાં આવ્યા છે. પાંચમાંથી કોઈ પણ ચાર ઉમેદાવારો જ રાજ્યસભામાં જશે ત્યારે કૉંગ્રેસ પક્ષમાં શક્તિસિંહ અને ભરતસિંહમાંથી કોણ એ ચર્ચાએ ઉત્સુકતા જગાવી છે.

ભાજપના ઉમેદવાર

અભય ભારદ્વાજ : રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના મિત્ર છે. તેઓ રાજકોટ શહેરના જાણીતા વકીલ છે. ભારદ્વાજે કાયદાનો અભ્યાસ કર્યો છે અને વકીલાત કરે છે. તેઓ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટેકેદાર પણ રહી ચુક્યા છે.

ખેલરમીલા બારા : રમીલા બારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે. તેઓ પૂર્વ નાયબ સચિવ તરીકે નિવૃત થયા હતા અને ત્યારથી રાજકારણમાં જોડાયા હતા. રમીલાબેન ભારતીય જનતા પાર્ટીના ખેડબ્રહ્મા બેઠકના ઉમેદવાર તરીકે એકવાર પેટા ચૂંટણી પણ જીતી ચુક્યા છે. આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્પષ્ટ વક્તા છે.

નરહરિ અમીન : નરહરિ અમીન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેઓ વર્ષ 2012માં ભાજપમાં જોડાયા હતા. અગાઉ ચીમનભાઈ પટેલની સરકારમાં નરહરિ નાયબ મુખ્યમંત્રી હતા. તેઓ કૉંગ્રેસમાં લાંબા સમય સુધી વિવિદ હોદ્દાઓ પર કાર્યરત હતા બાદમાં તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભાજપે નરહરિને ચૂંટણી મેદાને ઉતાર્યા ત્યારથી આ ચૂંટણીના સમીકરણો બદલાઈ ગયા હતા.

કૉંગ્રેસના ઉમેદવાર

ભરતસિંહ સોલંકી : ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે. માધવસિંહે ગુજરાતમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમાજને સાધીને 149 બેઠક ઉપર કૉંગ્રેસને વિજય અપાવ્યો હતો. આ રેકર્ડ હજુ સુધી તૂટ્યો નથી. સોલંકીના પિતરાઈ તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા આ મતક્ષેત્ર હેઠળ આવતી અંકલાવ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. 2017માં ભાજપે તેના ચૂંટણીપ્રચાર અભિયાનની શરૂઆત ‘મિશન 151’થી કરી હતી, પરંતુ ચૂંટણી પરિણામ બાદ ત્રણ આંકડા ઉપર પણ પહોંચી શક્યો ન હતો અને 99 બેઠક ઉપર અટકી ગયો હતો.

Related Articles

Back to top button