યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લીટરે રૂ. 5 તથા ઘરેલુ LPGમાં રૂ. 50 વધવાની શક્યતા | Middle East Conflict May Push Up Fuel and LPG Prices in India

![]()
Middle East Conflict: મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલીની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડવા જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના પુરવઠામાં અવરોધ ઊભો થતા આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.
શા માટે ભાવ વધી શકે છે?
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે હોર્મુઝની ખાડીમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. આ યુદ્ધ જેવી સ્થિતિને પગલે ક્રૂડ ઓઈલના ટેન્કરો અટવાઈ પડ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ભારત સરકાર હાલ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે, કારણ કે સ્થાનિક સ્તરે ભાવ વધારો અનિવાર્ય જણાઈ રહ્યો છે.
આ પણ વાંચો: AAP ના બળવાખોર સાંસદ સંદીપ પાઠક મુશ્કેલીમાં, ભાજપમાં જતાં જ ધરપકડની લટકતી તલવાર
કેટલો વધારો થઈ શકે?
સૂત્રોના જણાવ્યાનુસાર, આગામી 5થી 7 દિવસમાં ભાવ વધારાની જાહેરાત થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટરે ₹4 થી ₹5 નો વધારો થવાની પૂરી શક્યતા છે. ઘરેલુ LPG સિલિન્ડર: કોમર્શિયલ સિલિન્ડરમાં થયેલા વધારા બાદ હવે ઘરેલુ ગેસમાં 40થી 50 રૂપિયાનો વધારો ઝીંકાઈ શકે છે.
દિલ્હીમાં હાલ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 94.77 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયા છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ 103 રૂપિયાથી પણ વધુ છે. રસોઈ ગેસનો ભાવ દિલ્હીમાં 913 રૂપિયા જ્યારે મુંબઇમાં 912 રૂપિયા છે. તેથી જો 50 રૂપિયાનો વધારો થાય તો દિલ્હીમાં ભાવ 960 રૂપિયાને પાર જઈ શકે છે. ઈંધણના ભાવમાં થનારા આ સંભવિત વધારાને કારણે મોંઘવારીમાં પણ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.



