मनोरंजन

ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા હેમા માલિની | Hema Malini Gets Emotional Remembering Dharmendra Posthumous Padma Vibhushan and Viral Video


Hema Malini Gets Emotional Remembering Dharmendra: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધન બાદ તેમના પત્ની અને અભિનેત્રી હેમા માલિની ફરી એકવાર તેમને યાદ કરીને ભાવુક થયા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં હેમા માલિનીએ ધર્મેન્દ્ર પ્રત્યેનો પોતાનો પ્રેમ અને વિરહ વ્યક્ત કર્યો છે.

ધર્મેન્દ્રના નિધનથી પરિવાર અને ચાહકોમાં શોક

ગયા વર્ષે નવેમ્બરમાં ધર્મેન્દ્રનું નિધન થયું હતું, જેના દુઃખમાંથી તેમનો પરિવાર હજુ પણ બહાર આવી શક્યો નથી. હેમા માલિની હોય કે તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ, જ્યારે પણ તેઓ ધર્મેન્દ્ર વિશે વાત કરે છે ત્યારે અત્યંત ભાવુક થઈ જાય છે. ચાહકોના દિલમાં પણ તેમના નિધનથી એક ખાલીપો સર્જાયો છે.

હેમા માલિનીએ વ્યક્ત કરી દિલની વાત

તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન હેમા માલિનીએ જણાવ્યું હતું કે, ‘ધર્મેન્દ્રની સફર અત્યંત જુસ્સો, સમર્પણ અને દર્શકો પ્રત્યેના પ્રેમથી ભરેલી હતી. તેઓ હંમેશા કહેતા કે ફિલ્મો એ દિલથી જોડાવાનું માધ્યમ છે. તેમના લાઇફ પાર્ટનર તરીકે મેં જોયું છે કે તેમનામાં ફિલ્મો અને કેમેરા પ્રત્યે કેટલો જુસ્સો હતો. તેમણે પોતાના વ્યવહારથી લાખો લોકોના દિલ જીત્યા છે.’

આ પણ વાંચો: 10 વર્ષ લિવ-ઈનમાં રહી, પણ કોર્ટે ન્યાયના નામે મજાક કરી: રાજેશ ખન્ના સાથે સંબંધો અંગે અનીતા અડવાણીનો બળાપો

વિરહની વેદના

ધર્મેન્દ્રને યાદ કરતા અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, ‘તેમણે એક અભિનેતા, મિત્ર અને પિતા તરીકે અનેક લોકોને પ્રેરણા આપી છે. તેઓ એક મહાન વ્યક્તિ હતા અને મને તેમની સાથે રહેવાનું સૌભાગ્ય મળ્યું. મને તેમની ખૂબ યાદ આવે છે. મને ખબર નહોતી કે હું તેમના વિના જીવન કેવી રીતે જીવી શકીશ!’

પદ્મ વિભૂષણ સન્માન પર પ્રતિક્રિયા

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે હેમા માલિનીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આખા દેશને આનાથી આનંદ થયો છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આ સન્માન લાંબા સમયથી ડ્યૂ હતું. જો આ એવોર્ડ તેમને જીવતા મળ્યો હોત તો ધર્મેન્દ્ર અને તેમના ચાહકો વધુ ખુશ થયા હોત. અંતમાં તેમણે ધર્મેન્દ્રના ફિલ્મ જગતમાં યોગદાનને ઓળખવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.


ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ...: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા હેમા માલિની 2 - image





Source link

Related Articles

Back to top button