मनोरंजन

એક સમયે બોલિવૂડ પર રાજ કરતો સ્ટાર દેવામાં ડૂબ્યો, કહ્યું- પૈસાની જરૂર છે, મજાક ન ઉડાવો | Aashiqui Star Rahul Roy Reveals Debt Financial Crisis After Viral Dance Video



Rahul Roy Financial Crisis: 1990ની સુપરહિટ ફિલ્મ ‘આશિકી’ દ્વારા રાતોરાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોય હાલમાં ભારે ચર્ચામાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ક્રિએટર સાથેનો તેનો એક ડાન્સ વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે પોતાની 1993ની ફિલ્મ ‘ફિર તેરી કહાની યાદ આઈ’ના ગીત ‘તેરે દર પે સનમ’ પર ડાન્સ કરતા જોવા મળ્યો હતો. જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું અને તેની મજબૂરી પર સવાલો ઉઠાવ્યા હતા. ટ્રોલિંગના જવાબમાં રાહુલ રોયે ખુદ સામે આવીને પોતાની વેદના ઠાલવી છે અને જણાવ્યું છે કે તે હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.

રાહુલ રોયની કબૂલાત: ‘હું દેવામાં ડૂબ્યો છું, મારે કામની જરૂર છે’

રાહુલ રોયે એક નિવેદન જાહેર કરીને ખુલાસો કર્યો છે કે તે દેવામાં ડૂબેલા છે અને કાયદાકીય કેસોની પતાવટ કરવા માટે તેને પૈસાની જરૂર છે. તેણે સ્પષ્ટ કર્યું કે આ આર્થિક બોજ તેને બ્રેન સ્ટ્રોક આવ્યો તે પહેલાંનો છે. ટ્રોલ્સને જવાબ આપતા તેણે કહ્યું કે, ‘હું પ્રામાણિકતા અને નમ્રતા સાથે મારું કામ કરું છું. જો તમે મારી સાદગી કે સંઘર્ષનો મજાક ઉડાવતા હોવ, તો તે તમારા વિશે ઘણું બધું કહે છે. જો તમને ખરેખર મારી ચિંતા હોય, તો મને સન્માનજનક કામ શોધવામાં મદદ કરો. બ્રેન સ્ટ્રોક બાદ પોતાને માનસિક રીતે સક્રિય રાખવા માટે કામ કરવું મારા માટે અનિવાર્ય છે.’

આ પણ વાંચો: ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા હેમા માલિની

‘આશિકી’ સ્ટારની સ્થિતિ જોઈ ચાહકો ભાવુક

અભિનેતાએ પોતાની સ્થિતિ વિશે વધુમાં જણાવ્યું કે, ‘હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મહેનત કરીને કમાવા માંગું છું, કારણ કે કામ કરવાથી મને જવાબદારીનો અહેસાસ થાય છે.’ અગાઉ એક વાતચીતમાં તેમણે સ્વીકાર્યું હતું કે મજબૂરીને કારણે મારે આ વીડિયો બનાવવો પડ્યો હતો, પરંતુ હવે હું આવું ફરી નહીં કરું. ઉલ્લેખનીય છે કે, ‘આશિકી’ જેવી ક્લાસિક ફિલ્મથી જાણીતા થયેલા રાહુલ રોય છેલ્લે નવેમ્બર 2025માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આગરા’માં જોવા મળ્યો હતો. હાલમાં તેની આર્થિક સ્થિતિ અને કામ પ્રત્યેના જુસ્સાએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે.


એક સમયે બોલિવૂડ પર રાજ કરતો સ્ટાર દેવામાં ડૂબ્યો, કહ્યું- પૈસાની જરૂર છે, મજાક ન ઉડાવો 2 - image





Source link

Related Articles

Back to top button