मनोरंजन

પૈસાની જરૂર હોવાથી રીલ બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ રાહુલ રોય | I am making reels because I need money please help me not just joking: Rahul Roy



– રીલ બનાવવા બદલ ટ્રોલ થતાં અપીલ    

– રાહુલ રોયે પોસ્ટ મૂક્યા બાદ તૃપ્તિ ડિમરી, ફરહાન અનેક સેલિબ્રિટીએ સપોર્ટ આપ્યો

મુંબઈ : ‘આશિકી’ની સફળતાથી રાતોરાત સ્ટાર બની ગયા બાદ જોકે, ધારી સફળતા નહિ મેળવી શકેલો રાહુલ રોય હાલ એક  કન્ટેન્ટ ક્રિએટર સાથે રીલ બનાવતો દેખાયા બાદ તેની આ હાલત સંદર્ભમાં તેને ભારે ટ્રોલ કરી મજાક ઉડાવાઈ હતી. હવે રાહુલ રોયે એક ભાવુક પોસ્ટ લખતાં કહ્યું છે કે અત્યારે મને પૈસાની જરુર છે એટલે હું રીલ બનાવું છે. મારી મજાક ઉડાવવાને બદલે કમસેકમ મને કામ અપાવવામાં મદદ કરો. તેની આ હૃદયસ્પર્શી  પોસ્ટ બાદ બોલિવુડમાંથી તૃપ્તિ ડિમરી, ફરહાન અખ્તર, અનુપમ ખેર, સોનુ સુદ સહિતના અનેક કલાકારોએ તેને ભાવનાત્મક સપોર્ટ જાહેર કર્યો હતો. 

રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું  કે લોકો મારી નમ્રતા, સાદગી અને સ્ટ્રગલની મજાક ઉડાવી રહ્યા છે. મને બ્રેઈન સ્ટ્રોક આવ્યો એ પહેલાંની કેટલીક લીગલ બાબતો માટે મારે પૈસાની જરુર છે. 

હું કમસેકમ અન્ય લોકોની મજાક ઉડાવવાને બદલે મહેનત કરીને પૈસા કમાવવાની  કોશીશ કરી રહ્યો છું તે વાતની નોંધ લો. બ્રેઈન સ્ટ્રોક આવ્યા પછી મારે એક્ટિવ રહેવું પડે તેમ છે. હું રીલ બનાવું છું તો મારી જાતને સક્રિય રાખી શકું છું. મારી મજાક ઉડે છે તેથી મને પીડા થાય છે પરંતુ હું તેનાથી નાસીપાસ નહીં થાઉં. 

રાહુલની આ પોસ્ટ પર હજારો લાઈક્સ તથા કોમેન્ટ આવી હતી. અનેક કલાકારો સહિત ફિલ્મ ચાહકોએ તેને સપોર્ટ વ્યક્ત કર્યો હતો અને આવી ટીકાઓ મન પર નહીં લેવા જણાવ્યું હતું. તૃપ્તિ ડિમરીએ લખ્યું હતું કે તું અમારા માટે સ્ટાર છો અને કાયમ સ્ટાર રહીશ. 



Source link

Related Articles

Back to top button