OTT પર આવતીકાલે રિલીઝ થશે 9 ફિલ્મો અને સીરિઝ, લિસ્ટ જોઈને બનાવો વિકેન્ડ પ્લાન | ott release know everything about upcoming movies and series on 1st may

![]()
Upcoming Movies and Series on 1st May: મે મહિનાની શરૂઆત રોમાંચક રહેવાની છે. 1 મે એ મનોરંજનનો તગડો ડોઝ મળશે. OTT પર ઘણી મોટી ફિલ્મો અને સીરિઝ રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે, અમે 1 મે, શુક્રવારના રોજ રિલીઝ થનારી આ સીરિઝ અને ફિલ્મોની યાદી બનાવી છે. આ યાદીમાં એક્ટર્સના નામ, ટ્રેલર, જૉનર, OTT પ્લેટફોર્મ વગેરે વિગતો આપવામાં આવી છે.
1. ગ્લોરી
OTT પ્લેટફોર્મ
ફિલ્મ/સીરિઝ- સીરિઝ
એક્ટર્સ- પુલકિત સમ્રાટ, દિવ્યેન્દુ, જન્નત ઝુબેર, રજત બરમેચા, સુવિન્દર વિક્કી, સિકંદર ખેર, સયાની ગુપ્તા અને યશપાલ શર્મા
જૉનર- સ્પોર્ટસ ક્રાઈમ થ્રિલર
ભાષા- હિન્દી
સ્ટોરી- આ સીરિઝની સ્ટોરી હરિયાણાના બોક્સિંગ જગતની આસપાસ ફરે છે. તેમાં પુલકિત સમ્રાટ અને દિવ્યેન્દુ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં ઓલિમ્પિક ગોલ્ડ જીતવા માટે એક ખેલાડીએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
2. વુધરિંગ હાઇટ્સ
OTT પ્લેટફોર્મ – HBO મેક્સ
ફિલ્મ/સીરિઝ – ફિલ્મ
એક્ટર્સ – માર્ગોટ રોબી, જેકબ એલોર્ડી, ઓવેન કૂપર
જૉનર- રોમાંસ
ભાષા – ઈંગ્લિશ
સ્ટોરી – તેમાં 18મી સદીની ઈંગ્લેન્ડની એક ક્લાસિક લવ સ્ટોરી બતાવવામાં આવી છે. સ્ટોરી હીથક્લિફ અને કેથરિનના પ્રેમ અને તેની સાથે સબંધિત ટ્રેજડી અંગે છે.
3. અનદેખી સિઝન 4
OTT પ્લેટફોર્મ – સોની લિવ
ફિલ્મ/સીરિઝ – સીરિઝ
એક્ટર્સ- હર્ષ છાયા, સૂર્ય શર્મા
જૉનર – ક્રાઈમ થ્રિલર
ભાષા – હિન્દી
સ્ટોરી- આ સિઝનમાં પાબાજી (હર્ષ છાયા) અને રિંકુ (સૂર્ય શર્મા)નો સામનો એક અંતિમ અને મોટા ખતરા સાથે થવાનો છે. છેલ્લી સિઝનની જેમ આ સિઝનમાં પણ ક્રાઈમ અને પાવરની લડાઈનો જબરદસ્ત સસ્પેન્સ જોવા મળશે.
4. ધ કેરાલા સ્ટોરી 2
OTT પ્લેટફોર્મ – Zee5
ફિલ્મ/સીરિઝ – ફિલ્મ
એક્ટર્સ- ઉલકા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા
જૉનર – ડ્રામા
ભાષા – હિન્દી
સ્ટોરી- પ્રથમ પાર્ટ હિટ થયા બાદ હવે બીજા પાર્ટમાં ત્રણ મહિલાઓ સુરેખા, નેહા અને દિવ્યાની સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મ લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તનના મુદ્દા પર ફોકસ કરે છે.
5. સ્વેપ્ડ
OTT પ્લેટફોર્મ – નેટફ્લિક્સ
ફિલ્મ/સીરિઝ – ફિલ્મ
એક્ટર્સ- એનિમેટેડ કેરેક્ટર્સ
જૉનર – એનિમેટેડ કૉમેડી ફિલ્મ
ભાષા – ઈંગ્લિશ
સ્ટોરી- તેમાં ઓલી નામનું એક નાનું પ્રાણી અને આઈવી નામનું પક્ષી છે. તેઓ આકસ્મિક રીતે એકબીજાના શરીરમાં પ્રવેશી જાય છે. ત્યારબાદ શરૂ થાય છે એડવેન્ચર અને સી-મજાકની સફર.
6. સપને વર્સેસ એવરીવન સિઝન 2
OTT પ્લેટફોર્મ – પ્રાઈમ વીડિયો
ફિલ્મ/સીરિઝ – સીરિઝ
એક્ટર્સ- અંબરીશ વર્મા, પરમવીર સિંહ ચીમા, વિજયંત કોહલી
જૉનર – પોલિટિકલ થ્રિલર
ભાષા – હિન્દી
સ્ટોરી- આ સીરિઝની બીજી સિઝન પહેલી સિઝન કરતાં વધુ ડાર્ક અને સીરિયસ બનવાની છે. આ સીરિઝમાં બતાવવમાં સપનાઓને પૂરા કરવા માટે કેટલી હદ સુધી જઈ શકે અને તે માટે તેમને શું-શું ગુમાવવું પડે છે.
7. માય ડિયરેસ્ટ સિનોરિટા
OTT પ્લેટફોર્મ – નેટફ્લિક્સ
ફિલ્મ/સીરિઝ – ફિલ્મ
એક્ટર્સ- એલિઝાબેથ માર્ટિનેઝ, અન્ના કેસ્ટિલો, પેકો લિયોન અને નાગોર અરનબુરુ
જૉનર – રોમાંસ
ભાષા – સ્પેનિશ
સ્ટોરી- આ સ્પેનની ફિલ્મ છે. આ ફિલ્મમાં અડેલા નામની મહિલાની સ્ટોરી બતાવવામાં આવી છે, જેને અચાનક જાણવા મળે છે કે, તે ઈન્ટરસેક્સ છે. ફિલ્મ તેની પોતાની ઓળખ શોધવાના ઈમોશનલ સફરને બતાવે છે.
8. આડુ 3
OTT પ્લેટફોર્મ – Zee5
ફિલ્મ/સીરિઝ – ફિલ્મ
એક્ટર્સ- જયસૂર્યા, વિજય બાબૂ, સની વેન
જૉનર – કૉમેડી ફેન્ટસી
ભાષા – મલયાલમ
સ્ટોરી- શાજી પાપન અને તેની અજીબોગરીબ ગેંગ ફરી એક વાર પાછી આવી રહી છે. આ વખતે તેઓ એક એવી મુશ્કેલીમાં ફસાઈ જાય છે જે જેટલી સીરિયસ છે એટલી જ રમૂજ પણ છે.
9. બાઈકર
OTT પ્લેટફોર્મ – નેટફ્લિક્સ
ફિલ્મ/સીરિઝ – ફિલ્મ
એક્ટર્સ- શરવાનંદ, અતુલ કુલકર્ણી, માલવિકા નાયર
જૉનર – ફેમિલી સ્પોર્ટ્સ ડ્રામા
ભાષા – તેલુગુ
સ્ટોરી- જો તમને ડર, તણાવ અને રોમાંચ પસંદ છે તો આ ફિલ્મ તમારા માટે છે. તે મોટોક્રોસ રેસિંગની ખતરનાક દુનિયા અને રેસર્સ વચ્ચેની સખત ટક્કર દેખાડવામાં આવી છે.



