मनोरंजन

પીઢ અભિનેતા ભરત કપૂરનું 80 વરસની વયે નિધન | Mumbai : Veteran actor Bharat Kapoor passes away at the age of 80



– અનેક ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યો હતો

– મુંબઈમાં અંતિમ સંસ્કાર વખતે બોલિવુડમાંથી જૂજ કલાકારો હાજર રહ્યા

મુંબઇ : પીઢ અભિનેતા ભરત કપૂરનું ૨૭મી એપ્રિલે મલ્ટીપલ ઓર્ગેન ફેલિયરના કારણે નિધન થયું હતું. 

૮૦ વર્ષીય ભરત કપુરે મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભરત કપૂરે અનેક ફિલ્મોમાં નેગેટિવ રોલ ભજવ્યા હતા. સ્વર્ગ, નૂરી, રામ બલરામ, આખરી રાસ્તા, સત્યમેવ જયતે,  ખુદા ગવાહ, બરસાત, સાજન ચલે સસુરાલ અને રંગ  તેમની જાણીતી ફિલ્મો છે. તેમણે આશરે ૧૫૦ ફિલ્મોમાં કામ કર્યું હોવાનું કહેવાય છે. તેમણે  ચન્દ્રકાંતા  સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 

મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર વખતે રાકેશ બેદી સહિતના જૂજ કલાકારો જ હાજર રહ્યા હતા.

 મોટાભાગે  તેમના થિયેટર ગૂ્રપના સભ્યોએ અંતિમ સંસ્કાર વખતે રુબરુ ઉપસ્થિત રહી અંજલિ આપી હતી. 



Source link

Related Articles

Back to top button