मनोरंजन

રાકામાં દીપિકાનાં એક્શન દ્રશ્યો માટે બોડી ડબલનો ઉપયોગ થશે | Body double to be used for Deepika’s action scenes in Raaka



– દીપિકાની પ્રેગનન્સીને ધ્યાને રાખીને નિર્ણય

– દીપિકાના ક્લોઝ અપ્સ લઈ વીએફએક્સની મદદથી દ્રશ્યોને જોડી દેવાશે

મુંબઇ : દીપિકા પદુકોણ હાલ બીજીવાર પ્રેગનન્ટ છે તેમ છતાં પણ તે અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ ચાલુ રાખવાની છે. 

જોકે, આ ફિલ્મમાં હવે તે એક્શન દ્રશ્યોનું શૂટિંગ નહીં કરે. તેને બદલે તેના માટે બોડી ડબલનો ઉપયોગ કરાશે.  દિગ્દર્શક એટલી દીપિકાના  ક્લોઝ અપ્સ  લઈ લેશે. બાદમાં દીપિકાનાં એક્શન  દ્રશ્યોમાં વીએફએક્સની મદદથી તે મિક્સ કરી દેવાશે. દીપિકાનું કુલ ૫૦ દિવસનું શૂટિંગ છે. તે દરમિયાન તે ઈમોશનલ દ્રશ્યોનું શૂટિંગ રાબેતા  મુજબ ચાલુ રાખશે. 

એટલીએ ‘રાકા’ની જાહેરાત કરતી વખતે જ જણાવ્યું હતું કે તેમાં અલ્લુ અર્જુન સાથે દીપિકાનાં પણ એક્શન દ્રશ્યો હશે. 



Source link

Related Articles

Back to top button