સુરત : મહિલાએ બે માસૂમને દૂધમાં ઉંદર મારવાની દવા પીવડાવી પોતે પણ પી લીધી, ધરપકડ
સુરત : મહિલાએ બે માસૂમને દૂધમાં ઉંદર મારવાની દવા પીવડાવી પોતે પણ પી લીધી, ધરપકડ
સુરત : લૉકડાઉન વચ્ચે સુરતના મોટા મોટા વરાછામાં ઘર કંકાસથી કંટાળીને પતિ થી અલગ રહેતી એક પરિણીતા એ પોતાના બે માસૂમ સંતાનોને દૂધ માં ઉંદર મારવાની દવા નાખી પીવડાવી પોતે પણ પી લીધી હતી. જોકે, સમયસર સારવાર મળી જતાં તમામ લોકોની બચાવ થયો હતો. જોકે, આ દરમિયાન માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive Report) આવ્યો હતો. હાલ માતાને હૉસ્પિટલ માંથી રજા મળતા અમરોલી પોલીસે બે માસૂમ સંતાનોની હત્યાના પ્રયાસમાં મહિલાની ધરપકડ કરી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ મોટા વરાછાના સુદામા ચોકના શ્રીનિધી એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણાના નવઘણ વદર ગામાના વતની જીતેશ છગન લાઠીયાના લગ્ન વર્ષ 2006માં લતા સાથે થયા હતા. વ્યવસાયે હીરા દલાલ જીતેશ મુંબઇ ખાતે હીરા દલાલીનું કામ કરતો હતો તેમજ અઠવાડિયામાં રજાના દિવસોમાં ઘરે સુરત આવતો હતો.
છેલ્લા કેટલાક સમયથી જીતેશ અને તેની પત્ની લતા વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાને લઈને પતિ કંટાળીને છેલ્લા થોડા સમયથી પોતાના નાના ભાઈ રાકેશ સાથે નાના વરાછાના યોગી ચોક વિસ્તારમાં આવેલા સાવંત પ્લાઝામાં રહેવા ચાલ્યો ગયો હતો. જીતેશને લગ્ન જીવન દરમિયાન બે સંતાનો થયા હતા. 15 દિવસ અગાઉ લતાએ વ્હેલી સવારે તેના બંને સંતાનોને દૂધમાં ઉંદર મારવાની દવા નાખીને પીવડાવી દીધી હતી.જે બાદમાં પોતે પણ એક ગ્લાસ દૂધ પી લીધું હતું.
લતાએ આ અંગે જણાવ્યું હતું કે, “હું જીંદગીથી કંટાળી ગઈ છું. જેથી હું મરી જાઉં અને મારા બંને માસૂમોને પણ મારી નાખું. આ કારણે મેં ઊંદર મારવાની ગોળી દૂધમાં ભેળવી દીધી હતી.” આ ઘટનાની જાણકરી મળતા પાડોશી અને સંબંધીઓ તમામ લોકોને હૉસ્પિટલમાં લઈ ગયા હતા.