राष्ट्रीय

જાન્યુઆરીનો રિટેલ ફુગાવો નવી સીપીઆઇ સિરિઝને આધારે જારી કરાશે | inflation on new cpi series



(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૯

જાન્યુઆરીનાં રીટેલ ફુગાવાનાં આંકડામાં વિમાન ભાડુ, ઇ કોમર્સ
પ્લેટફોર્મ અને એમેઝોન પ્રાઇમ જેવી ઓટીટી ચેનલોનાં સબક્રિપ્શન દરોમાં થયેલા
ફેરફારની પણ અસર જોવા મળશે કારણકે સ્ટેટિસ્ટિક્સ મંત્રાલયે કન્ઝ્યુમર પ્રાઇસ
ઇન્ડેક્સ (સીપીઆઇ)નાં ઘટકોનો વિસ્તાર કર્યો છે.

નવી સીપીઆઇ સિરીઝ જેનું બેઝ વર્ષ ૨૦૧૨ને બદલે ૨૦૨૪ હશે જે
મુખ્ય મેક્રોઇકોનોમિક ઇન્ડિકેટર્સને વધુ સચોટ રીતે જોવા અને દેશમાં ઘરોનાં વ્યાપક
વપરાશ પેટર્નની સમીક્ષા કરવાના ઉદ્દેશથી રજૂ કરવામાં આવી રહ્યું છે.

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલયે જણાવ્યું
છે કે સંશોધિત બેઝ વર્ષ પર આધારિત મોંઘવારી ડેટાનો પ્રથમ સેટ ૧૨ ફેબુ્રઆરીએ જાન્યુઆરી
માટે જારી કરવામાં આવશે.

નવા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની બાસ્કેટમાં ૩૫૮ વસ્તુઓ
સામેલ કરવામાં આવશે. જે તમામ સેક્ટરોમાં કીંમતોમાં વૃદ્ધિની ગતિને દેખાડશે.
વર્તમાન સિરીઝમાં ૨૯૯ વસ્તુઓની કીંમત એકત્ર કરવામાં આવે છે.

સ્ટેટિસ્ટિક્સ મંત્રાલયે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ)ના
વ્યાપક અપડેશન પર નિષ્ણાત જૂથનો રિપોર્ટ જારી કર્યો છે. રિપોર્ટમાં વસ્તુઓનાં વર્ગીકરણ
માટે ક્લાસિફિકેશન ઓફ ઇન્ડિવિજુઅલ કન્ઝમ્પશન એકોર્ડિંગ ટુ પરપઝ (સીઓઆઇસીઓપી) ૨૦૧૮ ફ્રેમવર્કનો
સ્વીકાર કરવા
, હાઉસહોલ્ડ
કન્ઝમ્પશન એક્સપેંડિચર સર્વે (એચસીઇએસ) ૨૦૨૩-૨૪નો ઉપયોગ કરી સીપીઆઇ આઇટમ બાસ્કેટ અને
તેના સંબધિત ભારને અપડેટ કરવા અને પ્રાઇસ ડેટા કલેક્શન અને સંકલન માટે લેટેસ્ટ ટેકનોલોજીનો
ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.

અન્ય ભલામણોમાં વહીવટી અને ઓનલાઇન/ઇ-કોમર્સ ડેટાને સામેલ
કરવા
, ઇન્ડેક્સ
સંકલનમાં મેથોડોલિજકલ સુધાર જેમાં ઘરનું ભાડું ઇન્ડેક્સ અને વધુ વિસ્તૃત  ડેટા પ્રસાર સામેલ છે.



Source link

Related Articles

Back to top button