‘તારક મહેતા…’ને ઝટકો! શું 18 વર્ષ બાદ ‘બાપુજી’એ શોને અલવિદા કહ્યું? પ્રોમો વાઈરલ થતાં દર્શકોમાં ખળભળાટ | Bapuji Exit Rumours Rock Taarak Mehta Show Viral Promo Leaves Fans Worried

![]()
Champak Chacha Leaving TMKOC: ટેલિવિઝન જગતના સૌથી લાંબા ચાલતા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક એવો વળાંક આવ્યો છે જેણે દર્શકોને ચોંકાવી દીધા છે. હાલમાં રિલીઝ થયેલા એક પ્રોમોમાં ‘બાપુજી’ (ચંપકચાચા) ગુમ થયા હોવાનું અને ત્યારબાદ તેમના મૃત્યુની અફવાઓ ફેલાતી બતાવવામાં આવી છે. આ પ્રોમોમાં જેઠાલાલ અત્યંત હતાશ અને ભાંગી પડેલા જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.
શું ખરેખર બાપુજી શો છોડી રહ્યા છે?
દર્શકોમાં એવી ચર્ચા છે કે, નિર્માતાઓ સસ્પેન્સ જાળવવા માટે મૂંઝવણ પેદા કરી રહ્યા છે. કેટલાક કહે છે કે અમિત શો (ચંપકચાચા) છોડી રહ્યો છે. જોકે, નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો: Bhooth Bangla Box Office: અક્ષયની ફિલ્મ ‘ભૂત બંગલા’ ધીમી પડી! 8મા દિવસે કરી આટલી કમાણી
અત્યાર સુધી શો છોડી ચૂકેલા મુખ્ય કલાકારો
બાપુજીના શો છોડવાની અફવાઓ વચ્ચે, ચાલો નજર કરીએ એ કલાકારો પર જેમણે વર્ષો સુધી ગોકુલધામ સોસાયટીમાં રહીને શો છોડી દીધો છે.
દયાબેન (દિશા વાકાણી): વર્ષ 2017માં પુત્રીના જન્મ બાદ વ્યક્તિગત કારણોસર શો છોડ્યો. હજુ સુધી તેમનું પુનરાગમન થયું નથી.
તારક મહેતા (શૈલેષ લોઢા): 2008થી 2022 સુધી શોનો મુખ્ય હિસ્સો રહ્યા બાદ તેમણે શો છોડ્યો, તેમની જગ્યાએ હવે સચિન શ્રોફ જોવા મળે છે.
અંજલી ભાભી (નેહા મહેતા): 2022માં શો છોડ્યા બાદ સુનૈના ફૌજદારે આ પાત્ર સંભાળ્યું છે.
ટપ્પુ: ભવ્ય ગાંધી (2008-2017) અને ત્યારબાદ રાજ અનડકટ (2017-2022) એ શો છોડ્યો. હાલમાં નીતિશ ભાલુની ટપ્પુની ભૂમિકા ભજવી રહ્યો છે.
સોનુ: ઝીલ મહેતા (2008-2012) અને નિધિ ભાનુશાલી (2012-2019) બાદ પલક સિંધવાની સોનુ બની હતી. હવે ખુશી માલી આ પાત્ર ભજવી રહી છે.
ગોલી (કુશ શાહ): 2008થી 2024 સુધી શોમાં રહ્યા બાદ તાજેતરમાં જ તેમણે શો છોડ્યો છે, તેમની જગ્યાએ ધર્મિત તુરખિયા આવ્યા છે.
સોઢી પરિવાર: ગુરચરણ સિંહે બે વાર શો છોડ્યો, હાલમાં બલવિંદર સિંહ સુરી આ પાત્ર ભજવે છે. જ્યારે રોશન સોઢીના પાત્રમાં જેનિફર મિસ્ત્રી બાદ હવે મોનાઝ મેવાવાલા જોવા મળે છે.
દર્શકોમાં હવે એ જ ઉત્સુકતા છે કે શું ખરેખર જેઠાલાલના માથેથી બાપુજીનો છાયડો ઉઠી જશે કે પછી આ માત્ર વાર્તાનો એક હિસ્સો છે?



