मनोरंजन

પ્રિયંકા 25 વર્ષની કારકિર્દી બદલ ગોલ્ડ ગાલામાં સન્માનિત થશે | Priyanka to be honoured at Gold Gala for 25 years of career



– અભિનેત્રીને ગ્લોબ્લ વેનગાર્ડ હોનર માટે પસંદ કરવામાં આવી

મુંબઇ : અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસને આ વરસના ગ્લોબલ વેનગાર્ડ હોનર માટે પસંદ કરવામાં આવી છે. આ પુરસ્તાર તેને મનોરંજનની દુનિયામાં ૨૫ વરસના શાનદાર યોગદાન બદલ એશિયાઇ અને પશ્ચિમી સિનેમા વચ્ચે એક બ્રીજ બનાવવા બદલ આપવામાં આવશે. 

આ ઇવેન્ટ લોસએન્જલસમાં ૯મેના રોજ ધ મ્યુઝિક સેન્ટરમાં કરવામાં આવશે. આ વખથે એનો થીમ એ ન્યુ ગોલ્ડ વર્લ્ડ મતબલ કે એક નવી સોનેરી દુનિયા રાખવામાં આવ્યો છે,જે એકતા અને પ્રગતિનો સંદેશઆપે છે. 

પ્રિયંકાએ બોલીવૂડની સાથેસાથે હોલીવૂડમાં ઓળખ બનાવી છે. તે નવોદિતોનીકારકિર્દી બનાવવામાં મદદ કરી રહી છે. આ માટે તેને ટાઇમ ૧૦૦ અને ફોર્બ્સ જેવી યાદીમાં સમાવેશ કરવામાંઆવ્યો છે. 



Source link

Related Articles

Back to top button