मनोरंजन

બે ફલોપ નેપોકિડ ટાઈગર અને શનાયા એક ફિલ્મમાં સાથે આવશે | Two flop Nepo Kid Tiger and Shanaya will come together in a film



– બંનેને બોલીવૂડમાં લાઈફલાઈનની તાતી જરૂર  

– ફિરોઝ નડિયાદવાળા આ કોમેડી ફિલ્મ બનાવશે, અહમદ ખાન દિગ્દર્શન કરશે  

મુંબઈ : બે ફલોપ સ્ટાર કિડ ટાઈગર શ્રોફ તથા શનાયા કપૂર એક ફિલ્મમાં સાથે આવવાનાં છે.  ફિરોઝ નડિયાદવાળા આ બંનેને સાથે લઈને એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યો છે. અહમદ ખાનને આ ફિલ્મનું દિગ્દર્શન સોંપાયું છે. આ ફિલ્મનું કોઈ ટાઈટલ હજુ સુધી નક્કી થયું નથી. 

ટાઈગર શ્રોફ અત્યાર સુધીમાં એક જ પ્રકારનાં બીબાંઢાળ એક્શન રોલ કરતો રહ્યો છે. તે પહેલીવાર સંપૂર્ણ કોમેડી ફિલ્મમાં નસીબ અજમાવશે. બીજી તરફ શનાયા કપૂરે હજુ કોઈપણ પ્રકારનાં જોનરમાં પોતાની  પ્રતિભા પુરવાર કરવાની હજુ બાકી છે. 

આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ થવાની ધારણા છે. 



Source link

Related Articles

Back to top button