राष्ट्रीय
BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs including Raghav Chadha defected left Aam Aadmi Party and joined BJP

![]()
Delhi Politics: આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ આજે(24 એપ્રિલ) રાજીનામાં આપ્યા હતા. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે શુક્રવાર સાંજે નવી દિલ્હી ખાતે ભાજપ હેડક્વાર્ટર તમામ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભાજપ અધ્યક્ષ નીતિન નબીન દ્વારા સ્વાગત કરાયું હતું.
કયા કયા નેતાઓએ આમ આદમી પાર્ટીમાંથી આપ્યા રાજીનામાં?
રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીમાંથી 7 સાંસદોએ રાજીનામાં આપ્યા છે. જેમાં સંદીપ પાઠક, સ્વાતિ માલિવાલ, હરભજન સિંહ, અશોક મિત્તલ અને વિક્રમજીત સાહની સામેલ છે.



