मनोरंजन
સની દેઓલ અને ઈમરાની હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે | Sunny Deol and Emraan Hashmi will clash at the box office

![]()
– ઓગસ્ટમાં બે ફિલ્મોનો મુકાબલો થશે
– લાહોર 1947 પછી આવારાપન ટુ પણ 14 ઓગસ્ટે જ રીલિઝ કરવાનો નિર્ણય
મુંબઇ : આગામી ઓગસ્ટમાં સની દેઓલ અને ઈમરાન હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે.
સની દેઓલની ‘લાહોર ૧૯૪૭’ ૧૪મી ઓગસ્ટે રીલિઝ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. હવે ઈમરાન હાશ્મીની ‘આવારાપન ટુ’ પણ આ જ દિવસે રીલિઝ કરવાનું જાહેર કરાયું છે.
ઉલ્લેખનીય છે કે સની દેઓલની ફિલ્મનું ટાઈટલ બદલાઈને ‘બટવારા ૧૯૪૭ ‘ પણ થઈ શકે છે તેવા અહેવાલો છે.
બીજી તરફ ‘આવારાપન ટુ’ મૂળ આ મહિને જ રીલિઝ થવાની હતી પરંતુ કોઈ કારણોસર તે પાછી ઠેલાતાં હવે સની દેઓલની ફિલ્મ સાથે ટકરાશે.



