राष्ट्रीय

રૂ.22 લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે… પેટ્રોલમાં 100% ઈથેનૉલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું નિવેદન | Nitin Gadkari Pushes for 100% Ethanol to Save ₹22 Lakh Crore and Boost Farmers Amid Oil Crisis



Nitin Gadkari On Ethanol Blending : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલમાં ઈથોનૉલનું મિશ્રણ વધારવા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને ક્રૂડ ઓઈલના પુરવઠામાં આવેલી નબળાઈને જોતા ભારતે હવે 100 ટકા ઈથેનોલ મિશ્રણ તરફ આગળ વધવું જોઈએ.

ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની જરૂરિયાત

ઈન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જીના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, ‘પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે આપણે ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છીએ. અત્યારે આપણે આપણી જરૂરિયાતનું 87 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરીએ છીએ, જેની પાછળ અંદાજે 22 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ આયાત પરની નિર્ભરતા ઘટાડવી જરૂરી છે. ઈથેનોલ જેવા વૈકલ્પિક ઈંધણ અને બાયો-ફ્યુઅલના ઉત્પાદનને વધારવાની તાતી જરૂરિયાત છે.’

આ પણ વાંચો : આવતા મહિને ચાર દેશોની મુલાકાતે જશે PM મોદી, યુરોપ સાથે સંબંધો કરશે મજબૂત

100% ઈથેનોલ મિશ્રણ અને તેના ફાયદા

ગડકરીએ સ્પષ્ટ કહ્યું કે, 100% મિશ્રણ એટલે કે E100 ઈંધણ પર વાહનો ચલાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આ માટે તેઓ ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનને પ્રોત્સાહન આપવા માંગે છે, જે 20%થી લઈને 100% સુધીના કોઈપણ ઈથેનોલ મિશ્રણ પર ચાલી શકે. જો વાહનો સંપૂર્ણ ઈથેનોલ પર ચાલશે, તો પેટ્રોલની જરૂરિયાત નહિવત થઈ જશે અને દેશનું જંગી આયાત બિલ ઘટશે.

ખેડૂતો અને પર્યાવરણને લાભ

તેમણે વધુમાં કહ્યું કે, ઈથેનોલ લક્ષ્યાંકથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે. ખાસ કરીને મકાઈ અને શેરડીમાંથી ઈથેનોલ બનાવવાને કારણે ખેડૂતોને સારા ભાવ મળ્યા છે અને તેમને અંદાજે 45,000 કરોડ રૂપિયાનો સીધો લાભ થયો છે. ઈથેનોલ પેટ્રોલની સરખામણીએ વધુ સ્વચ્છતાથી બળે છે, જેનાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે.

આ પણ વાંચો : VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, અનેકની હાલત ગંભીર



Source link

Related Articles

Back to top button