રાહુલ ગાંધીની મુશ્કેલી વધી! હાઈકોર્ટે FIR દાખલ કરવાનો આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો | Rahul Gandhi Dual Citizenship Case: High Court Orders FIR and Investigation Against Congress Leader

![]()
Rahul Gandhi Dual Citizenship Case : બેવડી નાગરિકાના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. વાસ્તવમાં તેમની પાસે બે દેશોના નાગરિકતા હોવાનો આક્ષેપ કરતી અરજી મામલે આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કેસની તપાસ કર્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
યુપી સરકાર કે કેન્દ્રીય એજન્સીને તપાસ કરવા આદેશ
ભાજપના કાર્યકર્તા દ્વારા દાખલ કરાયેલી અરજી પર લખનઉ બેંચે કહ્યું છે કે, રાહુલ ગાંધી પાસે બેવડી નાગરિકતા હોવાના આરોપોની તપાસ થવી જોઈએ. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને જાતે તપાસ કરવા અથવા કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
અગાઉ નીચલી કોર્ટે અરજી ફગાવી હતી
ઉલ્લેખનીય છે કે, ભાજપના કાર્યકર્તા એસ.વિગ્નેશ શિશિરે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવા માટે લખનઉની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે 28 જાન્યુઆરીએ અરજી ફગાવતા અરજદાર નારાજ થયા હતા અને તેણે આદેશને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજી ફગાવનાર નીચલી કોર્ટનું માનવું હતું કે, તેઓ નાગરિકતાને લગતા કેસમાં નિર્ણય લેવા માટે સક્ષમ નથી.
રાહુલ સામે FIR નોંધી ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ
કર્ણાટકના રહેવાસી અરજદારે અરજીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), ઑફિશિયલ સીક્રેટ્સ એક્ટ, ફૉરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ આરોપ લગાવ્યા છે અને તેમણે FIR નોંધીને વિગતવાર તપાસ કરવાની માંગ કરી છે. અરજદારે સૌપ્રથમ સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે 17 ડિસેમ્બર-2025ના રોજ કેસને લખનઉ ટ્રાન્સફર કર્યો હતો. જોકે લખનઉ કોર્ટે અરજી ફગાવી દેતા અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.



