દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, સ્પાઈસ જેટ વિમાનની પાંખ અકાસા એરના પ્લેન સાથે ટકરાઈ, તમામ મુસાફરો સુરક્ષિત | Spicejet plane hits akasa air aircraft at delhi airport both planes grounded

![]()
SpiceJet Plane Hits Akasa Air Aircraft At Delhi Airport: રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ટેક્સિંગ દરમિયાન સ્પાઈસજેટનું એક વિમાન અકાસા એરના વિમાન સાથે ટકરાયું હતું. આ ઘટનામાં બંને વિમાનોને નુકસાન પહોંચ્યું છે, જોકે રાહતની વાત એ છે કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
સ્પાઈસ જેટ વિમાનની પાંખ અકાસા એરના પ્લેન સાથે ટકરાઈ
પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્પાઈસજેટનું B737-700 વિમાન જ્યારે રનવે તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે તેની જમણી બાજુનું વિંગલેટ બીજા વિમાન સાથે ટકરાયું હતું. આ ટક્કરને કારણે બીજા વિમાનના લેફ્ટ હેન્ડ હોરિઝોન્ટલ સ્ટેબિલાઈઝરને પણ નુકસાન પહોંચ્યું છે.
16 એપ્રિલ 2026ના રોજ દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી અકાસા એરની ફ્લાઇટ QP 1406ને ટેકનિકલ અને ઓપરેશનલ કારણોસર પરત બે (Bay) પર ફરવાની ફરજ પડી હતી. પ્રારંભિક જાણકારી પ્રમાણે જ્યારે અકાસા એરનું વિમાન ઊભું હતું, તે જ સમયે અન્ય એક એરલાઈન્સના વિમાને તેની સાથે સંપર્ક (ટક્કર જેવી સ્થિતિ) કર્યો હતો.
અકાસા એરલાઈને જણાવ્યું કે, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને સમય રહેતા વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. અકાસા એર એ એમ પણ કહ્યું છે કે, તેનો ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે હૈદરાબાદ લઈ જવા માટે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરી રહ્યો છે.


