राष्ट्रीय

શું ચૂંટણીમાં મત નહીં આપનારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ | Supreme Court Refuses Mandatory Voting: Action Against Non Voters Denied



Supreme Court On Voting : ભારતમાં ચૂંટણી દરમિયાન મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી માનવામાં આવે છે, પરંતુ શું મત ન આપવો એ ગુનો છે? આ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે તે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે, જેમાં મતદાન ન કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી અથવા પ્રતિબંધો લગાવવાની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટનું કડક અને સ્પષ્ટ વલણ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, મતદાન કરવું એ મજબૂરી નથી. ભારત એક લોકશાહી દેશ છે જ્યાં છેલ્લા 75 વર્ષોથી લોકોના વિવેક અને વિશ્વાસ પર ભરોસો મૂકવામાં આવ્યો છે. જો કોઈ મત નથી આફતું, તો આપણે તેને મજબૂર કરી શકતા નથી. શું આપણે એવા લોકોની ધરપકડનો આદેશ આપવો જોઈએ? આ કાયદાના શાસન અને લોકશાહીની વિરુદ્ધ હશે.

સરકારી સુવિધાઓ બંધ કરવાની માંગ પર CJI નો જવાબ

આ અરજી કરનારા અજય ગોયલના વકીલે એવી દલીલ કરી હતી કે જે લોકો મતદાન નથી કરતા, તેમને મળતી સરકારી સુવિધાઓનો લાભ બંધ કરી દેવો જોઈએ. આ સૂચન પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે હળવા અંદાજમાં વળતો જવાબ આપ્યો કે, ‘આ કામ તમે અમારી તરફથી કરી લો.’

કોર્ટે સ્પષ્ટ કર્યું કે મત ન આપવા પર દંડાત્મક જોગવાઈઓ લાગુ કરવી એ નીતિગત બાબત છે, જે સરકાર અને ધારાસભાના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

ગરીબ નાગરિકોની સ્થિતિનો ઉલ્લેખ

ચીફ જસ્ટિસે એક માનવીય પાસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો કોઈ ગરીબ વ્યક્તિ એમ કહે કે તેણે તે દિવસે પોતાની રોજીરોટી કમાવવાની છે, તો તે મત આપવા કેવી રીતે જાય? એ સ્થિતિમાં આપણે તેને શું જવાબ આપીશું?

કોર્ટે આ મામલાને નીતિગત ગણાવીને અરજદારને સંબંધિત સત્તાધિકારી પાસે જવા માટેની છૂટ આપી છે.



Source link

Related Articles

Back to top button