मनोरंजन

‘ટૉક્સિક’થી ‘કૉકટેલ 2’ સુધી… જૂનમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે જબરદસ્ત ફિલ્મો, જુઓ લિસ્ટ | June 2026 Movie Releases: Yash’s ‘Toxic’ to Akshay Kumar’s ‘Welcome to the Jungle’



June 2026 Movie Releases: આગામી જૂન મહિનામાં સિનેમાઘરોમાં જબરદસ્ત ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં એક્શનથી લઈને રોમાન્ટિક અને કોમેડી ડ્રામા ફિલ્મનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ ‘ટૉક્સિક’, ‘કૉકટેલ 2’ સહિતની ફિલ્મ વિશે.

ટૉક્સિક

યશ અભિનીત ફિલ્મ ‘ટૉક્સિક’ આ વર્ષની સૌથી મોટી અને અવેઈટેડ ફિલ્મ છે. શરૂઆતમાં તે ‘ધ્રુવંધર 2’ સાથે 19 માર્ચે રિલીઝ થવાની હતી. જો કે, મધ્ય પૂર્વમાં તણાવને કારણે ફિલ્મ નિર્માતાઓએ ‘ટૉક્સિક’ની રિલીઝ મુલતવી રાખી હતી. હવે આ ફિલ્મ 4 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં યશની સાથે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી અને તારા સુતારિયા સહિત સ્ટાર્સ જોવા મળશે.

‘કૉકટેલ 2’ 

જૂનમાં રિલીઝ થનારી બીજી મોટી ફિલ્મ ‘કૉકટેલ 2’ છે. જેમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદન્ના જોવા મળશે. આ ફિલ્મને લઈને ચાહકોમાં પણ ખાસ્સો ઉત્સાહ છે. હોમી અડાજાનિયા દ્વારા દિગ્દર્શિત અને મેડોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ રોમેન્ટિક ડ્રામા સિક્વલ 19 જૂને મોટા પડદા પર રિલીઝ થશે.

‘વેલકમ ટૂ ધ જંગલ’

‘વેલકમ’ ફ્રેન્ચાઇઝીની ‘વેલકમ ટૂ ધ જંગલ’ને લઈને ચાહકોમાં ઘણો ઉત્સાહ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ, શ્રેયસ તલપડે, રાજપાલ યાદવ, તુષાર કપૂર, કૃષ્ણા અભિષેક, દિશા પટણી, રવિના ટંડન, લારા દત્તા અને જેકલીન ફર્નાન્ડીઝ સહિત અનેક સ્ટાર્સ છે. અહેમદ ખાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 26 જૂન, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!

‘મે વાપસ આઉંગા’

‘મે વાપસ આઉંગા’ 12 જૂનના રોજ રિલીઝ થવાની છે. ફેમસ ફિલ્મ મેકર ઈમ્તિયાજ અલીની આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ, નસીરૂદ્દીન શાહ, વેદાંગ રૈના અને શરવરી વાઘ જોવા મળશે. 



Source link

Related Articles

Back to top button