मनोरंजन

‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની! | Dhurandhar 1 2 Duology Tops 3000 Crores Worldwide Creates History For Indian Cinema


Dhurandhar Duology: ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાઈ ચૂક્યો છે. Jio સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી ‘ધુરંધર’ ફિલ્મ સીરિઝે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર દ્વારા નિર્મિત આ ફ્રેન્ચાઈઝી હવે વિશ્વભરમાં 3000 કરોડ રૂપિયાથી વધુનો ગ્રોસ બિઝનેસ કરનારી ભારતની પ્રથમ ફિલ્મ સીરિઝ બની ગઈ છે.

‘ધુરંધર’ના બંને ભાગ મળીને વિશ્વભરમાં 3,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ, આંકડા પર કરો નજર

'ધુરંધર'એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની! 2 - image

બે ફિલ્મો અને બંને 1000 કરોડની ક્લબમાં!

‘ધુરંધર’ ભારતની એકમાત્ર એવી ફિલ્મ સીરિઝ છે જેના બંને ભાગોએ વ્યક્તિગત રીતે 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.

ધુરંધર 1

આ ફિલ્મે રિલીઝ સાથે જ ધમાકો કર્યો હતો અને ઘરેલુ તેમજ વૈશ્વિક સ્તરે 1300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને મજબૂત પાયો નાખ્યો હતો.

ધુરંધર 2

પહેલા ભાગની સફળતાના માત્ર ચાર મહિના બાદ રિલીઝ થયેલી આ સીક્વલે તો ઈતિહાસ જ પલટી નાખ્યો. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે વિશ્વભરમાં 1712.00 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

 હિન્દીમાં 1000 કરોડ ‘નેટ’ કમાનારી પ્રથમ ફિલ્મ

આ સીરિઝની બીજી ફિલ્મ એટલે કે ધુરંધર 2એ માત્ર હિન્દીમાં જ સૌથી વધુ કમાણીનો રેકોર્ડ નથી બનાવ્યો, પરંતુ ભારતની એવી પ્રથમ ફિલ્મ બની છે જેણે એક જ ભાષામાં ભારતીય બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયા નેટ કલેક્શન મેળવ્યું હોય.

ભારતની અન્ય કોઈ પણ બે કે ત્રણ ભાગવાળી ફિલ્મ સીરિઝે ભેગા મળીને આટલી કમાણી નથી કરી

-બાહુબલી ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 2,400 કરોડની આસપાસ છે.

-KGF ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 1,500 કરોડની આસપાસ છે.

ધુરંધર (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે 3,000 કરોડ કરતાં વધુ

Jio સ્ટુડિયોઝના વિઝન અને આદિત્ય ધરના શાનદાર નિર્દેશનને કારણે આજે આ ફ્રેન્ચાઈઝી ગ્લોબલ બોક્સ ઓફિસ પર ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. 3000 કરોડ રૂપિયાનો આ આંકડો સૂચવે છે કે ભારતીય દર્શકો હવે મોટા પાયા પર બનતી ગુણવત્તાયુક્ત એક્શન ફિલ્મોને મન ભરીને માણી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button