राष्ट्रीय

ચીને પીઓકે પાસે નવો પ્રાંત સ્થાપિત કર્યો, ભારત માટે ખતરો વધશે | China establishes new province near PoK threat to India will increase



– ભારતનો વિરોધ છતા ચીને એક જ વિસ્તારમાં ત્રણ પ્રાંત સ્થાપ્યા

– વિસ્તાર મહત્વનો હોવાને કારણે જ ચીને ત્યાં નવા પ્રાંત સ્થાપિત કર્યા : શાંઘાઇની યુનિ.ના પ્રોફેસરનો ખુલાસો

– ચીને અરુણાચલને પોતાનું ગણાવી રાજ્યના વિસ્તારોના નામ બદલી નાખતા ભારતે કહ્યું ડ્રેગનના અટકચાળાથી વાસ્તવિકતા નહીં બદલાય, અરુણાચલ અમારું જ છે 

નવી દિલ્હી: ચીને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પીઓકેની પાસે એક આખો પ્રાંત વસાવ્યો છે. અફઘાનિસ્તાન અને પીઓકેની નજીક ઉભા કરાયેલા આ પ્રાંતને સેનલિંગ તરીકે ઓળખવામાં આવે છે. જે કારાકોરમ પર્વતમાળા નજીક આવેલો છે. ચીનના શિનજિઆંગ વિસ્તારમાં આ પ્રાંત તૈયાર કરવામાં આવ્યો છે. આ જ વિસ્તારમાં અગાઉ બે પ્રદેશો ચીન તૈયાર કરી ચુક્યું છે. જેનો ભારત દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે તેમ છતા આ વિરોધને અવગણીને હવે ચીને પીઓકેની પાસે ત્રીજો પ્રદેશ બનાવી નાખ્યો છે. 

ગયા વર્ષે ભારતે કહ્યું હતું કે હેઆન અને હેકાંગ નામના બે પ્રદેશો જે વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યા છે તે વિસ્તાર ભારતનો જ છે અને તે લદ્દાખ સાથે જોડાયેલો હિસ્સો છે. ચીનને આ વિસ્તારમાં કોઇ જ બાંધકામ કે સુધારા વધારા કરવાનો અધિકાર નથી તેવા સ્પષ્ટ શબ્દોમાં ભારતે વિરોધ નોંધાવ્યો હતો. જોકે હવે એવા અહેવાલો છે કે ચીને પીઓકે-અફઘાનિસ્તાન સરહદ પાસે નવો પ્રદેશ સ્થાપી દીધો છે. શાંઘાઇ સ્થિત ફુદાન યુનિવર્સિટીના પ્રોફેસર લિન મિનવાંગે કહ્યું હતું કે નવા પ્રદેશો તૈયાર થવા એ દર્શાવે છે કે ચીન આ વિસ્તારને લઇને બહુ જ ગંભીર છે. 

ચીને ન માત્ર પીઓકે પાસે એક નવો પ્રદેશ સ્થાપિત કરી દીધો સાથે સાથે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ પણ પોતાની મનમાની મુજબ બદલી નાખ્યા છે. જેનો ભારત દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો છે, ભારતે કહ્યું છે કે ચીનની આ કોશીશને ભારત પુરી રીતે નકારે છે, ચીન જે નામો આપી રહ્યું છે તે કાલ્પનીક છે અને તેનાથી આ વિસ્તારો પર કોઇ જ અસર નહીં થાય. તેની સ્થિતિમાં કોઇ ફેરફાર નહીં થાય. અરુણાચલ પ્રદેશ સહિત તમામ સ્થળો ભારતના હતા, ભારતના છે અને ભારતના જ રહેશે. નામ બદલવાથી સચ્ચાઇ નહીં બદલાઇ જાય. ચીન અરુણાચલ પ્રદેશને તિબેટનો હિસ્સો માને છે જેના પર તે અગાઉ કબજો કરી ચુક્યું છે. જોકે નામ બદલવા કોઇ નવી વાત નથી અગાઉ ચીને અનેક વખત અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામ બદલ્યા છે. ભારતે દર વખતે વિરોધ નોંધાવ્યો છે તેમ છતા ચીન બદલવા તૈયાર નથી. 

– ચીનની તાકાત સામે આંખ આડા કાન ના કરી શકાય : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અંસારી

નવી દિલ્હી: ભારતનો સૌથી મોટો દુશ્મન ચીન છે તેમ કહેવુ છે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનું, હામિદ અંસારીએ ભારતના પૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ સાથે વાતચીત કરી હતી જે દરમિયાન આ દાવો કર્યો હતો. હામિદ અંસારીએ કહ્યું હતું કે ચીન સામે આંખ આડા કાન ના કરી શકાય, ચીન ભારત કરતા અનેકગણુ વધુ શક્તિશાળી બની ગયું છે. વાત સૈન્યની હોય કે આર્થિક બાબતોની ચીનની ક્ષમતા ઘણી વધુ છે અને તે વાતને ભારતે ગંભીરતાથી લેવાની જરૂર છે. ચીન ભૌગોલિક દ્રષ્ટીએ પણ ઘણો મોટો દેશ છે એટલુ જ નહીં ચીન વિકસિત દેશ છે. હામિદ અંસારી વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તેઓ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયેલા હતા આ દરમિયાન તેમણે અનેક દેશોમાં સેવા આપી.  



Source link

Related Articles

Back to top button