બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત શિવરાજ સિંહ ચૌહાણ કરશે, ભાજપે સોંપી જવાબદારી | Shivraj Singh Chouhan Appointed Observer to Name New Bihar CM Nitish Kumar’s Final Cabinet Meet

![]()
Bihar Next CM : છેલ્લા ઘણા સમયથી બિહારના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારા રાજ્યસભામાં શપથ લઈ લીધા છે, ત્યારે હવે બિહારમાં નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરાવની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને બિહારના નવા સીએમના નામ પર મહોર મારવાની જવાબદારી સોંપાઈ છે.
બિહારમાં CMની પસંદગી કરવા માટે શિવરાજ સિંહને પર્યવેશન બનાવાયા
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટીએ શિવરાજ સિંહ ચૌહાણને બિહારમાં પર્યવેશન બનાવ્યા છે. ભાજપ મહાસચિવ અરૂણ સિંહ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝમાં આ માહિતી અપાઈ છે. જોકે વિધાયક દળની બેઠક ક્યારે યોજાશે અને નવા મુખ્યમંત્રીનું નામ ક્યારે જાહેર કરાશે, તે અંગેની કોઈપણ તારીખ જાહેર કરાઈ નથી. બીજીતરફ એવી માહિતી સામે આવી છે કે, 14 એપ્રિલે નીતિશ કેબિનેટની છેલ્લી બેઠક યોજાવાની સંભાવના છે. ત્યારબાદ નવા મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવશે.
આ પણ વાંચો : અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ ‘ધ્રૂવાસ્ત્ર’ સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે
14 એપ્રિલે કેબિનેટની બેઠક યોજાવાની સંભાવના
બિહાર સરકારના સત્તાવાર પત્ર મુજબ, 14 એપ્રિલે સવારે 11 કલાકે મુખ્ય સચિવાલયમાં મંત્રીમંડળ ગૃહમાં કેબિનેટની બેઠક બોલાવાઈ છે. રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમાર કેબિનેટની બેઠક પહેલા બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા જશે, ત્યારપછી યોજાનારી કેબિનેટને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે, કારણ કે એવી અટકળો છે કે, આ બેઠક નીતિશ કુમારના કાર્યકાળની અંતિમ બેઠક હોઈ શકે છે.


