मनोरंजन

આયુષમાન, શર્વરીની યે પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણતાને આરે | Ayushmann Sharvari’s Yeh Prem Mol Liya shooting nears completion



– હવે એક સપ્તાહનું જ શૂટિંગ બાકી   

– સૂરજ બડજાત્યાની સ્ટાઈલ પ્રમાણેની ફેમિલી ડ્રામા ફિલ્મનું શૂટિંગ છ માસમાં જ આટોપાયું  

મુંબઈ : આયુષમાન ખુરાના તથા શર્વરી વાઘની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ હવે  પૂર્ણતાના આરે છે. ફિલ્મનું માંડ એકાદ સપ્તાહ ચાલે તેટલું શૂટિંગ બાકી  રહ્યું છે. 

મોટાભાગે આ મહિનાના અંત સુધીમાં શૂટિંગ પૂર્ણ કરી દેવાશે. બાદમાં પોસ્ટ પ્રોડક્શન શરુ કરાશે. 

સૂરજ બડજાત્યાએ આ ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરમાં શરુ કર્યું હતું. 

આમ છ જ માસમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ રહ્યું છે. સૂરજની સ્ટાઈલ પ્રમાણે આ ફિલ્મ એક  ફેમિલી ડ્રામા હશે જેમાં આયુષમાનને નવા જમાનાના પ્રેમ તરીકે રજૂ કરવામાં આવશે.  ફિલ્મમાં અનુપમ ખેર, સુપ્રિયા પાઠક સહિતના કેટલાક સિનિયર  કલાકારો પણ કામ કરી રહ્યા છે. 



Source link

Related Articles

Back to top button