गुजरात

અમદાવાદ : ‘તું પોલીસવાળો છે તો શું થઈ ગયું, અમે રોડ વચ્ચે જ ચલાવીશું’, માથાકૂટ કરી બે શખ્સો ફરાર

અમદાવાદ: શહેરમાં પોલીસ સાથે ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. બે જ દિવસમાં ત્રીજો બનાવ બન્યો છે જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયુ હોય અને પોલીસ ફરિયાદ નોંધાઈ હોય. હાટકેશ્વર બ્રિજ નીચેથી પસાર થતા બે બાઇક સવારોને હોર્ન મારતા આવેશમાં આવી ગયા હતા. અને બાદમાં કાર લઈને જનાર કોન્સ્ટેબલ સાથે ઘર્ષણ કરી મારામારી કરી હતી. સમગ્ર મામલે ખોખરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાશ હાથ ધરી છે.

શહેરના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસસ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલજીભાઈ બારૈયા ગોમતીપુર પોલીસ લાઈનમાં રહે છે. તેઓ હાલ હાટકેશ્વર ટ્રાફિક બીટમાં પીએસઆઇ ના રાઇટર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ તેમની પોતાની ગાડી લઈને હાટકેશ્વર તરફ નિકલ્યા હતા. તેમના અધિકારીના કહેવાથી ટીઆરબી જવાનને પણ ચેક કરવાના હતા. તે સમયે હાટકેશ્વર બ્રિજ નીચે થી પસાર થતા હતા ત્યારે બાઇક પર જતાં બે લોકો રોડ વચ્ચે બાઇક ચલાવતા હતા.

લાલજીભાઈએ હોર્ન મારવા છતાં આ બને ખસ્યા ન હતા. બાદમાં બંનેએ રોડ પર જ બાઇક ઉભી રાખી કોન્સ્ટેબલ લાલજી ભાઈ સાથે બબાલ કરી હતી અને મારામાંરી કરી હતી. બને લોકોએ ધમકી આપી કે તું પોલીસ વાળો છે તો શું થઈ ગયું અમે રોડ પર જ બાઇક ચલાવીશું. બાદમાં બને શખશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

લાલજીભાઈ ને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ખોખરા પોલીસને જાણ કરાતા પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button