પાપારાઝીઓ દ્વારા અભદ્ર એંગલથી ફોટોગ્રાફીથી જાહ્નવી પણ ભડકી | Janhvi also got angry after being photographed from indecent angles by the paparazzi

![]()
– અગાઉ નોરા સહિતની હિરોઈનો દ્વારા પણ વિરોધ
– ફિલ્મમાં ભીની સાડી પહેરીને શૂટિંગ કરું તે મારી મરજી છે પણ આ રીતે વિડીયો લેવાય તે ખોટું
મુંબઈ: હવે જાહ્નવી કપૂર પણ પાપારાઝીઓ દ્વારા અભદ્ર એંગલથી ફોટા કે વિડીયો લઈ બાદમાં તેને બહુ ખરાબ રીતે ઝૂમ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાતા હોવા અંગે વાંધો લીધો છે. જાહ્નવીએ થોડા સમય પહેલાં એક પાપારાઝીને રુબરુ મળીને આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
જાહ્નવીએ કહ્યું હતું કે ફિલ્મોમાં અમે સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે ભીની સાડી પહેરીને ઉત્તેજક હાવભાવ આપીએ તેમાં અમારી મરજી હોય છે. પરંતુ, અમારી જાણ બહાર અમારા ફોટા ખરાબ એન્ગલથી લઈને દેહના ચોક્કસ ભાગ ઝૂમ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે તેમાં અમારી કોઈ મરજી હોતી નથી. આ બહુ ખોટું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નોરા ફતેહી, ઋકમણી વસંતી, સપ્તમી ગૌડા સહિતની કેટલીય હિરોઈનો પાપારાઝી કલ્ચરનો વિરોધ કરી ચૂકી છે.
કેટલાક મહિના પહેલાં ધર્મેન્દ્રની બીમારી અને બાદમાં તેના નિધન વખતે પણ પાપારાઝીઓ દ્વારા ફોટોગ્રાફી સામે સની દેઓલ ભારે નારાજ થયો હતો.



