मनोरंजन
અહાન પાંડેએ નવી એક્શન ફિલ્મ માટે શૂટિંગ શરૂ કર્યું | Ahan Pandey starts shooting for new action film

![]()
– સૈયારા બાદ રોમાન્ટિકને બદલે એક્શન રોલમાં
– શર્વરી વાઘ અહાનની હિરોઈન હશે, મુંબઈ બાદ કેટલુંક શૂટિંગ લંડનમાં
મુંબઈ : ‘સૈયારા’માં રોમાન્ટિક હિરો તરીકે સફળ થયા બાદ અહાન પાંડેએ હવે એક્શન રોલ સ્વીકાર્યો છે. તેણે પોતાની નવી એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલુ કરી દીધું છે. અલી અબ્બાસ ઝફર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે. આ ફિલ્મમાં શર્વરી વાઘ અહાનની હિરોઈન હશે.
હાલ મુંબઈમાં શૂટિંગ ચાલી રહ્યું છે અને આ પછી ફિલ્મની ટીમ મે મહિનામાં લંડન માટે રવાના થશે. જ્યાં કેટલાંક એક્શન દ્રશ્યોનું શૂટિંગ થશે.
‘સૈયારા’ની સફળતા બાદ અહાન પર ઓફરોનો ઢગલો થયો હતો. જોકે, તેણે બહુ કાળજીપૂર્વક નવી ફિલ્મો સ્વીકારવાનું નક્કી કર્યું છે.



