मनोरंजन

આદિત્ય ધરે સ્ટોરી ચોરી કરીને ફિલ્મ બનાવી, કાનૂની કાર્યવાહી કરીશ…’ ધુરંધર-2 અંગે રાઈટરનો દાવો | Dhurandhar 2 Controversy filmmaker santosh kumar accused aditya dhar copied his script



Dhurandhar 2 Controversy: આદિત્ય ધરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર નવી ક્રાંતિ લઈને આવી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને જબરદસ્ત કમાણી કરી રહી છે. ‘ધુરંધર 2’એ ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. પરંતુ આ વચ્ચે હવે ફિલ્મને લઈને એક મોટો દાવો કરવામાં આવ્યો છે. એક રાઈટરે આદિત્ય ધર પર ‘ધુરંધર 2’ની સ્ટોરી ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.  

ધુરંધરના મેકર્સ પર લાગ્યો આરોપ

રાઈટર અને ફિલ્મ મેકર સંતોષ કુમાર આરએસે દાવો કર્યો છે કે ‘મેં જ ધુરંધર 2 ની સ્ક્રિપ્ટ લખી છે. હું આ ફિલ્મને આદિત્ય રોય કપૂર સાથે બનાવવા માગતો હતો, પરંતુ આદિત્ય ધરે મારી સ્ટોરી ચોરી કરીને ‘ધુરંધર 2′ બનાવી દીધી છે.’ તેમણે ફિલ્મના મેકર્સ સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું ખૂબ જ દુઃખી છું.’

સંતોષ કુમારે આરોપ લગાવ્યો છે કે, ‘ફિલ્મ ‘ધુરંધર 2’ની સ્ટોરી મારી 2023ની સ્ક્રિપ્ટ પર આધારિત છે. મારી પાસે પુરાવા છે, જેમાં સ્ક્રીનરાઇટર્સ એસોસિએશનમાં તેનું રજિસ્ટ્રેશન પણ સામેલ છે. હું હવે કાનૂની કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યો છું.’

આ તો મારી પોતાની સ્ક્રિપ્ટ અને સ્ટોરી છે

મીડિયા સાથે વાત કરતા સંતોષે જણાવ્યું કે, ‘ધુરંધર 2 જોયા પછી મને ખ્યાલ આવ્યો કે આ ફિલ્મ અને મારી સ્ક્રિપ્ટ વચ્ચે ઘણી સમાનતાઓ છે.  તમે બધાએ કદાચ ધુરંધર 2 જોઈ જ હશે. તે દરેક જગ્યાએ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ જોયા પછી ખબર પડી કે તે મારી પોતાની જ સ્ક્રિપ્ટ અને સ્ટોરી છે. મેં 2023માં ખૂબ જ મહેનતથી સ્ક્રિપ્ટ લખી હતી. મેં તેને ઘણી કંપનીઓને સંભળાવી છે કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે જો હું ફિલ્મમાં મોટા સ્ટાર્સને કાસ્ટ કરવા માંગુ છું, તો કોઈ કોર્પોરેટ સંગઠનના સમર્થનની જરૂર છે.’

આ સ્ટારને લીડ રોલમાં લેવાની ઈચ્છા હતી

સંતોષે દાવો કે, ‘મેં સોની પિક્ચર્સ, ઝી સ્ટુડિયો, ટી-સિરીઝ અને ધર્મા પ્રોડક્શન્સ સહિત અનેક મોટા પ્રોડક્શન હાઉસને સ્ક્રિપ્ટ બતાવી હતી. આ સાથે જ મોટા સ્ટાર્સ સાથે આ પ્રોજેક્ટને બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. હું આદિત્ય રોય કપૂરને લીડ રોલમાં લેવા માગતો હતો.’

આ પણ વાંચો: LIVE: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે આજે દિલ્હીમાં ફરી હાઈલેવલ બેઠક, આવતીકાલે ટ્રમ્પ કરશે મોટી જાહેરાત

તેમણે આગળ કહ્યું કે, ‘સ્ક્રિપ્ટ ઔપચારિક રીતે નવેમ્બર 2023માં સ્ક્રીનરાઈટર્સ એસોસિએશનમાં રજિસ્ટર કરાવી હતી. મારી પાસે પુરાવા તરીકે ઈમેઇલ રેકોર્ડ અને અન્ય દસ્તાવેજો પણ છે. મેં ખૂબ જ પ્રયાસ કર્યો અને મારી સ્ટોરી ઘણા લોકોને મોકલી. હું સ્ક્રીનરાઈટર્સ એસોસિએશનનો મેમ્બર છું. મેં નવેમ્બર 2023માં ત્યાં મારી સ્ટોરી રજિસ્ટર કરાવી હતી.’

હું આ ફિલ્મ સામે કેસ નોંધાવી રહ્યો છું

રાઈટરે વધુમાં કહ્યું કે, ‘હું આ ફિલ્મ સામે કેસ નોંધાવી રહ્યો છું કારણ કે, ભલે તેમણે સારી ફિલ્મ બનાવી હોય, પરંતુ મારી સ્ટોરીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. મેં આ ફિલ્મ સિનેમા અને મનોરંજન માટે લખી હતી, પરંતુ તેમણે તેને પોલિટિકલ પ્રોપેગેન્ડા બનાવી દીધી છે. આનાથી મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. હું નથી ઈચ્છતો કે મારી સાથે જે બન્યું તે બીજા કોઈની સાથે થાય. તેથી જ હું આ અંગે લોકોને જણાવવાનો પોતાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ.’



Source link

Related Articles

Back to top button