નાઓમિકાની પહેલી ફિલ્મનું ટાઈટલ જાન હૈ તુ મેરી નક્કી થયું | Naomika’s first film’s title Jaan Hai Tu Meri has been decided

![]()
– ડિમ્પલની દોહિત્રી ડેબ્યૂ માટે તૈયાર
– રોમાન્ટિક ફિલ્મમાં વેદાંગ રૈના અને પ્રગતિ શ્રીવાસ્તવ પણ સહકલાકારો હશે
મુંબઈ: રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દોહિત્રી નાઓમિકા સરનની ડેબ્યૂ ફિલ્મનું ટાઈટલ ‘જાન હૈ તુ મેરી’ નક્કી થયું છે. આ ફિલ્મમાં તે વેદાંગ રૈનાની હિરોઈન બનવાની છે. આ ઉપરાંત સાઉથની પ્રગતિ શ્રીવાસ્તવ પણ આ ફિલ્મમાં કામ કરી રહી હોવાનું ચર્ચાય છે.
‘સ્ત્રી’ સહિતની ફિલ્મોના નિર્માતા દિનેશ વિજન નાઓમિકાને લોન્ચ કરી રહ્યા છે. જોકે, ફિલ્મની સ્ટોરી વિશે હજુ વધુ વિગતો બહાર આવી નથી. પરંતુ, સ્ટારકાસ્ટ તથા હવે ફિલ્મના ટાઈટલ પરથી તે એક રોમાન્ટિક ફિલ્મ હશે તેમ મનાય છે.
નાઓમિકા સરન સોશિયલ મીડિયા પર ઓલરેડી પોપ્યુલર થઈ ચૂકી છે.
મુંબઈમાં કોઈપણ આઉટિંગ વખતે પાપારાઝીઓ તેના વિડીયો માટે પડાપડી કરતા હોય છે.
નાઓમિકાની મમ્મી રિંકી ખન્નાએ પણ થોડીક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ, તેને ઝાઝી સફળતા મળી ન હતી. રિંકીની બહેન ટ્વિંકલ પણ ફિલ્મ કેરિયર છોડી હવે લેખિકા તરીકે એસ્ટાબ્લિશ થઈ ચૂકી છે.



