मनोरंजन

પ્રિયંકા ચોપરાની વારાણસી ફિલ્મ પણ બે ભાગમાં રજૂ કરાશે | Priyanka Chopra’s film Varanasi will also be released in two parts



– બાહુબલી અને ધુરંધરની સફળતા બાદ  નિર્ણય

– હૈદરાબાદમાં ઊભાં કરાયેલાં વારાણસી શહેરના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા

મુંબઈ : પ્રિયંકા ચોપરા તથા મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સહિતના કલાકારોની ફિલ્મ ‘વારાણસી’ પણ ‘બાહુબલી’ અને ‘ધુરંધર’ જેમ બે ભાગમાં રજૂ કરાય તેવી શક્યતા છે. 

ફિલ્મ સર્જક એસ.એસ. રાજામૌલીએ ખુદ ‘બાહુબલી’થી આ ટ્રેન્ડ સેટ કર્યો હતો. હવે ‘ધુરંધર’ની સફળતા બાદ તેમણે આ ટ્રેન્ડને આગળ વધારવા નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનું કથાવસ્તુ એટલા વિશાળ ફલક પર છે કે તેને ત્રણથી ચાર કલાકની એક ફિલ્મમાં સમેટી શકાય તેમ નથી. 

દરમિયાન, આ ફિલ્મ માટે હૈદરાબાદમાં રચવામાં આવેલાં વારાણસી શહેરના સેટસના ફોટા સોશિયલ મીડિયા પર લીક થયા છે. લોકો આ સેટની રચનાને વખાણી રહ્યા છે. જોકે, ‘બાહુબલી’ ફિલ્મ માટે રચાયેલા વિશાળ સેટ્સ પર્યટકો માટે આકર્ષણરુપ બન્યા હતા તેથી વિપરીત રીતે આ ફિલ્મ માટે રચાયેલા સેટ્સ શૂટિંગ પૂર્ણ થયા બાદ તોડી પાડવામાં આવશે કારણ કે તે એક ભાડાની જગ્યા પર બનાવવામાં આવ્યા છે. 



Source link

Related Articles

Back to top button