राष्ट्रीय

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Missile Threat in Indian Ocean US Warns of Diego Garcia Targeting


Iran’s Missile Threat in Indian Ocean: હિંદ મહાસાગરમાં ઈરાનની વધતી સૈન્ય ગતિવિધિઓએ અમેરિકા સહિત વિશ્વના દેશોની ચિંતામાં વધારો કર્યો છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના મહત્ત્વના સૈન્ય મથક ‘ડિએગો ગાર્સિયા’ને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ છે. આ ઘટના સાબિત કરે છે કે ઈરાન હવે પોતાના વિસ્તારથી ઘણે દૂર સુધી મિસાઇલ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકન સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે ઈરાનનો અવકાશ કાર્યક્રમ અને મિસાઇલ ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલા છે, જે તેને લાંબા અંતરની મારક ક્ષમતા વિકસાવવામાં મદદ કરી રહ્યા છે.

ઈરાનની વધતી મિસાઇલ શક્તિ અને નવી ટેકનોલોજી

અમેરિકન સેનાના વરિષ્ઠ અધિકારીઓએ ચેતવણી આપી છે કે ઈરાને લાંબા અંતરના હુમલા માટે જરૂરી એવી ‘રી-એન્ટ્રી વ્હીકલ’ અને લોન્ચિંગ સિસ્ટમ જેવી ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ખાસ કરીને સાયબર સુરક્ષાના મોરચે પણ ખતરો વધી રહ્યો છે, કારણ કે ઈરાન જેવા દેશો હવે સસ્તા અને પકડવા મુશ્કેલ હોય તેવા સાયબર હુમલાઓને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે અમેરિકાએ હવે વધુ મજબૂત મિસાઇલ ચેતવણી સિસ્ટમ અને અંતરિક્ષ આધારિત દેખરેખ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો

ભારત માટે કેમ મહત્ત્વના છે આ સમાચાર?

ભારત માટે આ સમાચાર અત્યંત મહત્ત્વના છે, કારણ કે હિંદ મહાસાગરનો વિસ્તાર ભારતના દરિયાઈ વેપાર અને ઊર્જા પુરવઠા માટે કરોડરજ્જુ સમાન છે. અત્યાર સુધી આ વિસ્તાર ઈરાનની મિસાઇલ રેન્જથી બહાર મનાતો હતો, પરંતુ હવે ઈરાનની વધતી પહોંચને કારણે આ ક્ષેત્રની સુરક્ષા વ્યવસ્થા જટિલ બની શકે છે. આ બદલાતી વ્યૂહનીતિને કારણે હિંદ મહાસાગરમાં સુરક્ષાના નવા પડકારો ઊભા થવાની શક્યતા છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર પડી શકે છે.


હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા 2 - image



Source link

Related Articles

Back to top button