मनोरंजन

અનન્યા પાંડેની ફિલ્મ ચાંદ મેરા દિલની રીલિઝ પાછળ ઠેલાઈ | Ananya Panday’s film Chand Mera Dil’s release postponed



– એપ્રિલને બદલે હવે મે માસમાં રીલિઝ કરાશે

– અનન્યાની કારકિર્દી ડગુમગુ બનીઃ ચાલુ વર્ષની હજુ સુધી તેની આ એકમાત્ર ફિલ્મ

મુંબઇ : લક્ષ્ય અને અનન્યા પાંડેની  ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ આગામી તા. ૨૨મી મેએ રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. અગાઉની જાહેરાત મુજબ ફિલ્મ તા. ૧૦મી એપ્રિલે રીલિઝ કરવાની હતી. પરંતુ, હવે તે એક મહિનો પાછળ ઠેલી દેવામાં આવી છે. આ  ફિલ્મમાં અનન્યા  સાથે લક્ષ્ય લાલવાણી હિરો છે.   આર્યન ખાનની ઓટીટી સીરિઝ ‘ધી બેડ્સ ઓફ બોલિવુડ’ બાદ લક્ષ્ય લાલવાણી વધારે ચર્ચામાં છે. બીજી તરફ અનન્યાની કેરિયર ડગુમગુ ચાલી રહી છે. વાસ્તવમાં આ વર્ષે રીલિઝ જાહેર થઈ હોય તેવી તેની આ એકમાત્ર ફિલ્મ છે.  ગયાં વર્ષે તેની ‘કેસરી ચેપ્ટર ટુ’ તથા ‘તુ મેરી મૈ તેરા’ રીલિઝ થઈ હતી પરંતુ તેનાથી તેની કેરિયરને ખાસ ફાયદો થયો ન હતો. 



Source link

Related Articles

Back to top button