राष्ट्रीय

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccpa orders restaurants no extra lpg fuel charges should be levied bills customers



Restaurant Lpg-Fuel Charge: સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ દેશભરની હોટલો અને રેસ્ટોરન્ટ્સને કડક સૂચના આપી છે કે તેઓ ગ્રાહકના બિલમાં વધારાના ચાર્જ, જેમ કે LPG ચાર્જ, ગેસ ચાર્જ અથવા ફ્યુઅલ કોસ્ટ રિકવરી ઉમેરી શકશે નહીં. CCPA એ આ પ્રથાને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ ‘અનફેર ટ્રેડ પ્રેક્ટિસ’ ગણી છે, જેનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એટલે કે, જો તમારી સાથે પણ કોઈ રેસ્ટોરન્ટમાં આવું થાય, તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

LPG અને ફ્યુઅલ ચાર્જ,અનફેર ટ્રેડ પ્રેક્ટિસ

CCPA એ કહ્યું કે, કેટલીક હોટલ અને રેસ્ટોરન્ટ્સ ગ્રાહકના બિલમાં મેનુની કિંમત અને લાગુ પડતા ટેક્સ સિવાય વધારાના ચાર્જ વસૂલી રહ્યા છે. આ વર્તન અનૈતિક અને ગેરકાયદેસર છે. CCPA એ સ્પષ્ટ કર્યું છે કે ધંધાદારીઓએ તેમના ઓપરેશનલ ખર્ચને મેનુની કિંમતમાં જ સામેલ કરવા પડશે, તેને અલગથી ગ્રાહકો પર લગાવી શકાય નહીં

માત્ર મેનુ પ્રાઈસ અને ટેક્સ જ ચૂકવજો

ગ્રાહકે હવે માત્ર મેનુ પર દર્શાવેલ કિંમત અને તેના પર લાગુ પડતા નિર્ધારિત ટેક્સની જ ચુકવણી કરવાની રહેશે. કોઈપણ વધારાનો ચાર્જ બિલમાં ઓટોમેટિક રીતે ઉમેરી શકાશે નહીં. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) અને સોશિયલ મીડિયા પર મળેલી ફરિયાદોના આધારે જાણવા મળ્યું હતું કે કેટલીક હોટલો LPG, ગેસ અને ફ્યુઅલ ચાર્જના નામે ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહી હતી.

કડક કાયદાકીય પગલા લેવાશે

આ નિર્દેશ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 10 હેઠળ જાહેર કરવામાં આવ્યો છે. CCPA એ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં આવી ગેરરીતિ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે તો તેમની સામે કડક કાયદાકીય પગલા લેવામાં આવશે.

ફરિયાદ કેવી રીતે કરવી?

-સૌથી પહેલા ગ્રાહકે બિલમાંથી વધારાનો ચાર્જ હટાવવા માટે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને વિનંતી કરવી જોઈએ.

-જો સમસ્યાનું સમાધાન ન આવે, તો ગ્રાહક રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર 1915 પર કોલ કરી શકે છે.

-આ ઉપરાંત મોબાઈલ એપ, ઈ-જાગૃતિ પોર્ટલ અથવા સીધા જિલ્લા કલેક્ટર/CCPA ને ફરિયાદ મોકલી શકાય છે.



Source link

Related Articles

Back to top button