राष्ट्रीय

પુરીના જગવિખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો, 48 વર્ષે સોના-ચાંદીની ગણતરી શરુ | Puri Jagannath Temple Ratna Bhandar Opened After 48 Years to Count Gold & Silver


Jagannath Temple Ratna Bhandar: ઓડિશાના પુરીમાં આવેલા વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથ મંદિરના રત્ન ભંડારને લઈને અનેક રહસ્યો છે. આ મંદિરમાં કેટલું સોના ચાંદી કે જ્વેલરી છે તેની જાણકારી મેળવવા માટે આખરે 48 વર્ષ બાદ રત્ન ભંડાર ખોલવામાં આવ્યો છે. અને તેની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે.

ચુસ્ત સુરક્ષા: માત્ર સત્તાવાર વ્યક્તિઓને જ પ્રવેશની મંજૂરી

મંદિર સંચાલકોએ જણાવ્યું હતું કે રત્ન ભંડારમાં ગણતરી પ્રક્રિયા બુધવારે બપોરે 12:09 કલાક અને 1:45 કલાક વચ્ચે શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન માત્ર સત્તાવાર વ્યક્તિને જ અંદર પ્રવેશવાની છૂટ આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મંદિરના સંચાલન, પૂજાપાઠ પર કોઈ જ અસર નહીં થાય.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત

48 વર્ષ પછી રત્ન ભંડારનો ખજાનો ફરી ગણવામાં આવશે

આ પહેલા જુલાઈ 1978માં આ મંદિરના રત્ન ભંડારમાં ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તે સમયે મંદિરમાં 128.38 કિલોગ્રામના 454 સ્વર્ણ મિશ્રિત આભૂષણો 221.53 કિલોગ્રામ વજનના 293 ચાંદી મિશ્રિત આભૂષણો અને અનેક રત્નો હતા. હવે 48 વર્ષ બાદ આ ભંડારની ફરી ગણતરી શરુ કરવામાં આવે છે. તેથી આ આભૂષણો અને સોના ચાંદીમાં મોટો વધારો જોવા મળશે. અગાઉ ગણતરીની પ્રક્રિયા 72 દિવસ સુધી ચાલી હતી. જોકે આ વખતે ઓછા સમયમાં ગણતરી થઈ જવાની આશા છે. 


પુરીના જગવિખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો, 48 વર્ષે સોના-ચાંદીની ગણતરી શરુ 2 - image



Source link

Related Articles

Back to top button