ગોલમાલ ફાઈવમાં હું મેઈન હિરો નથીઃ અક્ષય કુમાર | I am not the main hero in Golmaal 5: Akshay Kumar

![]()
– અજય દેવગણ ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં
– અક્ષયનો દાવોઃ હજુ સુધી પોતાને ફિલ્મમાં કયો રોલ હશે તેની ખબર નથી
મુંબઇ : અક્ષય કુમારે સ્પષ્ટતા કરી છે કે પોતે ‘ગોલમાલ ફાઈવ’માં મુખ્ય ભૂમિકામાં નથી.
અક્ષયના જણાવ્યા અનુસાર ફિલ્મમાં અજય દેવગણની મુખ્ય ભૂમિકા છે અને સમગ્ર સ્ટોરીનાં કેન્દ્રમાં અજય દેવગણ જ છે.
અક્ષય કુમારના દાવા અનુસાર હજુ સુધી તેને આ ફિલ્મમાં પોતાના રોલની વિગતોની ખબર નથી.
રોહિત શેટ્ટીએ હાલમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. પહેલી ‘ગોલમાલ’ ફિલ્મના મૂળ કલાકારો જેવા કે અજય દેવગણ, અરશદ વારસી, તુષાર કપૂર, કુણાલ ખેમૂ, શ્રેયસ તળપદે અને શરમન જોશી ૨૦ વરસ પછી ફરી સાથે જોવા મળશે. સાથે સાથે ફિલ્મમાં અક્ષય કુમારનો પણ રોલ ઉમેરાયો છે.
પહેલા એવી ચર્ચા હતીકે, અક્ષય કુમાર ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે.જોકે, અક્ષયે આ બાબતે ફોડ પાડયો નથી.



