राष्ट्रीय

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા’ | Eknath Shinde’s Emotional Message to Uddhav Thackeray on MLC Retirement: Relations Never End



Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં એક ઐતિહાસિક અને ભાવુક ક્ષણ જોવા મળી હતી. મંગળવારે (24 માર્ચ) પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત 9 સભ્યોને વિધાન પરિષદમાંથી વિદાય આપવામાં આવી છે. 

શિંદેએ ઠાકરેને શુભેચ્છા પાઠવી

આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ભાવુક થઈને કહ્યું કે, માત્ર વિદાય લેવાથી સંબંધોનો અંત આવતો નથી. પોતાના સંબોધનમાં એકનાથ શિંદેએ કહ્યું કે, ‘ઉદ્ધવ ઠાકરે આજે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમને સ્વસ્થ અને નિરોગી જીવન મળે તેવી કામના છે. તેમની આગળની રાજકીય યાત્રા માટે ઘણી શુભેચ્છાઓ.’

આ પણ વાંચો : લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી

શિંદેએ ઉદ્ધવ ઠાકરે માટે શેર કહ્યો

આ દરમિયાન શિંદેએ ઉદ્ધવ માટે ભાવુક થઈને શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘ઓ જાને વાલો, હો શકે તો ફિર વાપર આના… સાથ છૂટી ગયો એનો અર્થ એ નથી કે સંબંધ પૂરો થઈ ગયો છે.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘માત્ર વિદાય આપવાથી સંબંધો તૂટતા નથી. આ વિદાયની ક્ષણ નથી, પરંતુ તમને ફરીથી મળવાની ઈચ્છા રાખતું હૃદય છે.’

‘વિદાયના સમયે માત્ર સારી વાતો જ કરવી જોઈએ’

વિદાય સમારંભમાં શિંદેએ કહ્યું કે, ‘વિદાયના સમયે માત્ર સારી વાતો જ કરવી જોઈએ. કેટલાક લોકો ક્યાંક ને ક્યાંક ફરી ચોક્કસ મળશે. આપણે સદનમાં મળીશું અથવા ચૂંટણીના મેદાનમાં મળીશું.’

આ પણ વાંચો : ‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સવાલ



Source link

Related Articles

Back to top button