मनोरंजन

સિંગર બાદશાહે બીજા લગ્ન કર્યા? પંજાબી એક્ટ્રેસ સાથે લગ્નની તસવીરો વાઈરલ, માતાએ પણ આપ્યા આશીર્વાદ | badshah marries punjabi actress isha rikhi viral wedding pics


Badshah Wedding: રેપર અને સિંગર બાદશાહ સાથે અત્યંત ખાનગી રીતે લગ્ન કરનાર ઈશા રિખી હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. ઈશા રિખી મૂળ ચંદીગઢની રહેવાસી છે અને તે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને મોડેલ છે. બાદશાહ અને ઈશા છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે તેમના લગ્નની તસવીરો ઈશાની માતા પૂનમ રિખીએ શેર કરી છે, જેના કારણે ચાહકોમાં આ અભિનેત્રી વિશે જાણવાની ઉત્સુકતા વધી છે.

કોણ છે ઈશા રિખી?

ઈશા રિખીએ પોતાના કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મ ‘જટ બોયઝ પુત જટ્ટન દે’થી કરી હતી. તે પંજાબી સિનેમાની સુપરહિટ ફિલ્મ ‘જટ એન્ડ જુલિયટ’માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત તેણે ‘હેપ્પી ગો લકી’ અને ‘અરદાસ’ જેવી મોટી પંજાબી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને અનેક પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. પંજાબી ફિલ્મોમાં સફળતા મેળવ્યા બાદ તેણે વરુણ ધવન, રાઘવ જુયાલ અને પુનીત પાઠક સાથેની ફિલ્મ ‘નવાબઝાદે’ દ્વારા બોલિવૂડમાં પણ પદાર્પણ કર્યું હતું.

જોકે બાદશાહ કે ઈશા રિખી તરફથી હજુ સુધી લગ્નની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટો અને વીડિયો મજબૂત સંકેત આપી રહ્યા છે કે બંનેએ સાદગીપૂર્વક લગ્ન કરી લીધા છે. પંજાબી મોડેલિંગની દુનિયામાં જાણીતું નામ ધરાવતી ઈશા હવે બાદશાહ સાથેની પોતાની નવી સફરને લઈને ચર્ચામાં છે.

લાંબા સમય બાદ બાદશાહે ફરી માંડ્યો સંસાર

નોંધનીય છે કે બાદશાહ (આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા)ના અગાઉ જેસ્મિન મસીહ સાથે લગ્ન થયા હતા. વર્ષ 2012માં તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. 2017માં તેઓ અલગ થઈ ગયા હતા અને વર્ષ 2020માં સત્તાવાર રીતે તેમના છૂટાછેડા થયા હતા. બાદશાહને આ પહેલા લગ્નથી એક પુત્રી પણ છે, જેનું નામ જેસેમી મસીહ સિંહ છે. હવે, છૂટાછેડાના લાંબા સમય બાદ બાદશાહ ફરી એકવાર ઈશા રિખી સાથે નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યો છે.


સિંગર બાદશાહે બીજા લગ્ન કર્યા? પંજાબી એક્ટ્રેસ સાથે લગ્નની તસવીરો વાઈરલ, માતાએ પણ આપ્યા આશીર્વાદ 2 - image





Source link

Related Articles

Back to top button