… તો ઈરાન ચાલ્યા જાવ : મુનીરે શિયા ધર્મગુરૂઓને તોછડાઈથી કહ્યું | Then go to Iran: Munir defiantly told Shia clerics

![]()
મધ્ય-પૂર્વ યુદ્ધમાં હવે ધાર્મિક રંગ આવ્યો છે : શિયા ધર્મગુરૂઓ મુનીરને મળવા ગયા ત્યારે મુનીરે તેમને ઈરાન ચાલ્યા જવા કહી દીધું
નવી દિલ્હી: મધ્ય-પૂર્વ જંગનો આજે શનિવારે ૨૨મો દિવસ છે. હવે તે જંગ ધાર્મિક વળાંક લેતો જાય છે. પાકિસ્તાનમાં શિયા-સુન્ની વિવાદ શરૂ થઈ ગયો છે.
રાવલપિંડી સ્થિત જનરલ હેડકવાર્ટરમાં ૧૨થી વધુ શિયા ધર્મગુરૂઓ પાકિસ્તાનના ચીફ ઓફ ડીફેન્સ ફોર્સીસ ફીલ્ડ માર્શલ આસીમ મુનીરને મળવા ગયા હતા. તેમાં ઈરાન-યુદ્ધ અને પાકિસ્તાનનાં વલણ અંગે ચર્ચા કરવામાં આવી. તેમાં તે ધર્મગુરૂઓએ ઈરાનને સહાય કરવા કહેતાં મુનીર ભડકી ઊઠયા અને કહ્યું કે ‘જો તમને ઈરાન પ્રત્યે આટલો બધો પ્રેમ હોય તો તમે ઈરાન ચાલ્યા જાવ.’
પાકિસ્તાન સ્થિત શિયા સમુદાયના ધર્મગુરૂ અલ્લામા આગા શિફા નજફીએ ઈસ્લામાબાદમાં પત્રકારોને આ જણાવ્યું હતું.
શિયાઓની એક મસ્જિદમાં જનાબ માતરીએ તેઓના અનુયાયીઓને આ પ્રમાણે કહ્યું હતું. આ સાથે તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જે લોકોએ પાકિસ્તાનના સૈનિકોનાં માથા કાપી તેનો ફૂટબોલ તરીકે ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનના એક સીટીંગ જનરલને પણ મારી નાખ્યા હતા. તેમને ક્યારે કહ્યું હતું કે અફઘાનિસ્તાન ચાલ્યા જાવ ?
આસીમ મુનીરે તે ધર્મગુરૂઓને આગળ કહ્યું હતું કે (સુન્નીપંથી) સઉદી અરબ સાથે પાકિસ્તાનને સંરક્ષણ કરારો છે. તેની ઉપર (શિયાપંથી) ઈરાને હુમલા કર્યા છે તેથી પાકિસ્તાનને સઉદીની રક્ષા માટે ઈરાન સામે યુદ્ધમાં ઉતરવું પડશે.



