राष्ट्रीय

સ્વીદામાં ડ્રૂઝ પ્રજા પર હુમલા થતાં ઈઝરાયલે સીરીયા પર હુમલા કર્યા | Israel strikes Syria after attacks on Druze people in Sweida



ઈરાને ‘ઓપરેશન-ટ્રૂ-પ્રોમિસ-4’ નીચે હુમલાનું 66મું મોજું શરૂ કર્યું છે તે નીચે તેણે ઈઝરાયેલી અને અમેરિકી મથકો ઉપર હુમલા ચાલુ રાખ્યા છે

નવી દિલ્હી: અમેરિકા-ઈઝરાયલ વિરૂદ્ધ ઈરાન યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે. ઈરાને ઓપરેશન ટ્રૂ-પ્રોમિસ-૪ નીચે હુમલાનું ૬૬મું મોજું શરૂ કર્યું છે, તે નીચે તેણે ‘હેવી-મલ્ટી-વોર-રેડ’ મિસાઇલ્સ દ્વારા ઈઝરાયલી અને અમેરિકી યુદ્ધ મથકો ઉપર અવિરત હુમલા ચાલુ રાખ્યા છે. દરમિયાન યુરોપીય સંઘે હોર્મુઝની સમુદ્ર ધુનિ (સ્ટ્રેઈટસ) ફરી ખોલવા ઈરાનને કહ્યું છે. બીજી તરફ સમગ્ર મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એશિયામાં તથા ગલ્ફ વિસ્તારમાં ડ્રોન અને મિસાઇલ્સ હુમલા અંગે હાઈ-એલર્ટ જાહેર કરાઈ ગયો છે. ઈરાનનાં મિસાઇલ્સે ઈઝરાયલની હૈફા રીફાઈનરી ઉપર મિસાઇલ્સ વહેતાં મુકી રીફાઈનરીમાં આગ લગાડી દીધી છે.

યુદ્ધ હવે સીરીયા તરફ પણ ફેલાઈ ગયું છે. સીરીયામાં મૂળ મીટાનીઝ અને હીટ્ટી પ્રજાનાં વંશજો તેવા ‘ડ્રૂઝ’ ઉપર હુમલા શરૂ કરી દીધો છે, તે સામે ઈઝરાયલ મેદાને પડયું છે. તેણે સીરીયાનાં સ્વીદા ઉપર જબરજસ્ત પ્રહારો શરૂ કરી દીધા છે. (આ મીટ્ટાની અને હીટ્ટી આર્ય પ્રજાઓ હતી તેના વંશજો ડ્રૂઝમાં થોડું અરબ રક્ત પણ મિશ્ચિત છે.

હવેના યુદ્ધો તલવારથી નહીં, મિસાઈલ્સ હુમલાથી લડાઈ રહ્યાં છે. મધ્યપૂર્વ અને ગલ્ફ વિસ્તારમાં આકાશ મિસાઇલ્સ અને સાયરનોના અવાજોથી સતત ગાજી રહે છે તે વિસ્તારોમાં સરકારોએ હાઈ-એલર્ટ જાહેર કરી દીધું છે.

ઈરાને હોર્મુઝની સમુદ્ર ધુનિ બંધ કરતાં ક્રૂડના ભાવ ઉંચે અને ઉંચે જતાં જાય છે તેની આવક ઘટી રહી છે. તેથી ૨૭ યુરોપીય દેશોનાં યુરોપીય યુનિયનની યુરોપીય કાઉન્સીલે ગુરૂવારે એક સંયુક્ત નિવેદન પ્રસિદ્ધ કરી ‘ઊર્જા પ્રવાહ’ (ક્રૂડ) ચાલુ રાખવા તેલ લઈ જતાં જહાજોને જવા દેવા ઈરાનને વિનંતિ કરી છે. તેઓને આશા છે કે ઈરાન આંશિક છૂટ તો આપશે જ.

ૂટૂંકમાં તે જે થાય તે, પરંતુ વાત સીધી ને સાદી છે. આ તેલની આગ વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધમાં હોમવા તૈયાર થઈ છે તે નિ:સંદેહ લાગે છે. આશા રાખીએ કે તે દિવસ ન આવે, તેમ નીરિક્ષકો જણાવે છે.



Source link

Related Articles

Back to top button