मनोरंजन

ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ | ranveer singh dhurandhar 2 box office collection day 1 worldwide record



Highest Bollywood Opener 2026: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસના તમામ સમીકરણો બદલી નાખ્યા છે. આ ફિલ્મે માત્ર બિઝનેસનો ઈતિહાસ જ નથી રચ્યો, પરંતુ બોલિવૂડ માટે સફળતાના નવા રેકોર્ડ સ્થાપી દીધા છે. જ્યાં અત્યાર સુધી કોઈ હિન્દી ફિલ્મે વર્લ્ડવાઈડ 150 કરોડ રૂપિયાની ઓપનિંગ જોઈ નહોતી, ત્યાં ‘ધુરંધર 2’ એ પહેલા જ દિવસે 200 કરોડ રૂપિયાનો પહાડ પાર કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

આંકડા જોઈને ટ્રેડ એક્સપર્ટ્સ પણ ચોંક્યા

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે બુધવારના પ્રીવ્યુ શોથી જ પોતાની ધાક જમાવી દીધી હતી. ભારતમાં ફિલ્મે અંદાજે 120 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જેમાં નેટ કલેક્શન 102 કરોડ રૂપિયાની આસપાસ છે. માત્ર હિન્દી વર્ઝનથી જ ફિલ્મે 99 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. વિદેશી માર્કેટમાં પણ રણવીરનો જાદુ ચાલ્યો છે. અંદાજે $5 મિલિયન (48 કરોડ રૂપિયા) નું વિદેશી ગ્રોસ કલેક્શન નોંધાયું છે. પ્રીવ્યુ શો અને પહેલા દિવસની કમાણી મળીને ‘ધુરંધર 2’ એ કુલ 220 કરોડ રૂપિયાથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે.

તૂટ્યા અનેક મોટા રેકોર્ડ્સ

અત્યાર સુધી બોલિવૂડની સૌથી મોટી ઓપનિંગ જવાન (129 કરોડ રૂપિયા વર્લ્ડવાઈડ) ના નામે હતી, જે રેકોર્ડ હવે ‘ધુરંધર 2’ એ તોડી નાખ્યો છે. અત્યાર સુધી માત્ર ‘પુષ્પા 2’, ‘RRR’ અને ‘બાહુબલી 2’ જેવી સાઉથની ફિલ્મો જ 200 કરોડ રૂપિયાની ઓપનિંગ મેળવી શકી હતી. રણવીરની આ ફિલ્મે હવે આ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. હિન્દી વર્ઝનમાં સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ (72 કરોડ રૂપિયા) ના નામે હતો, જે ‘ધુરંધર 2’ એ મોટા અંતરથી તોડી નાખ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં 40 કિમી/પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 16 વૃક્ષો ધરાશાયી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

રણવીર સિંહનો જોરદાર ડાન્સ અને સેલિબ્રેશન

ફિલ્મમાં ‘હમઝા’ ના પાત્રમાં રણવીર સિંહે જીવ રેડી દીધો છે. ફિલ્મની આ અભૂતપૂર્વ સફળતા જોઈને રણવીર સિંહ પોતે પણ ખુશી રોકી શક્યો નથી. મુંબઈમાં યોજાયેલી સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણવીર સિંહ તેના લોકપ્રિય ગીત પર બેફિકર થઈને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ સેલિબ્રેશનમાં દિગ્દર્શક આદિત્ય ધર, તેમની પત્ની યામી ગૌતમ અને લીડ એક્ટ્રેસ સારા અર્જુન પણ ગદગદિત જોવા મળ્યા હતા.

વીકેન્ડમાં 800 કરોડનો ટાર્ગેટ?

નિષ્ણાતોનું માનવું છે કે, ઈદના તહેવારનો ફિલ્મને જબરદસ્ત ફાયદો મળી રહ્યો છે. જે રીતે લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે, તે જોતા આ વીકેન્ડ સુધીમાં ફિલ્મ વર્લ્ડવાઈડ 800 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી શકે છે. આદિત્ય ધરે જે ઇન્ટેલિજન્સ સાથે આ ફિલ્મને બનાવી અને ઈદના મોકે રિલીઝ કરી, તેનો પૂરેપૂરો ફાયદો બોક્સ ઓફિસ પર દેખાઈ રહ્યો છે.





Source link

Related Articles

Back to top button